(Source: ECI/ABP News/ABP Majha)
FIFA WC 2022: અંતિમ-4 ટીમોના નામ નક્કી, જાણો કઇ ટીમો વચ્ચે રમાશે સેમીફાઇનલ મેચ?
FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ 4 ટીમો નક્કી કરવામાં આવી છે
FIFA WC 2022: FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ-4 ટીમો નક્કી કરવામાં આવી છે. ક્વાર્ટર ફાઈનલનો તબક્કો પૂર્ણ થઇ ગયો છે. હવે સેમીફાઈનલ મેચ રમાશે. ઈંગ્લેન્ડ અને પોર્ટુગલ જેવી દિગ્ગજ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે અને તેમની સફર પૂર્ણ થઇ ગઇ છે. આવો જાણીએ કઈ-કઈ ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે અને કોની કોની સાથે મુકાબલો થવા જઈ રહ્યો છે.
The final four 🇫🇷 🇭🇷 🇦🇷 🇲🇦 #FIFAWorldCup #Qatar2022 pic.twitter.com/yRHBh6C7ZM
— FIFA World Cup (@FIFAWorldCup) December 11, 2022
આ ટીમો સેમિફાઇનલમાં પહોંચી હતી
ક્રોએશિયા, આર્જેન્ટિના, મોરોક્કો અને ફ્રાન્સની ટીમો સેમી ફાઇનલમાં પહોંચી છે. બ્રાઝિલ સામે શાનદાર રમત દેખાડતા ક્રોએશિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં મેચ જીતી લીધી હતી. નેધરલેન્ડ સામે આર્જેન્ટિનાની મેચ પણ શૂટઆઉટમાં ગઈ અને આર્જેન્ટિનાએ જીત મેળવી હતી. મોરોક્કોએ પોર્ટુગલ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ 1-0થી જીતીને વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ આફ્રિકન ટીમ બની હતી. ફ્રાન્સે ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત મેળવી અને સતત બીજી વખત સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
Quarter-final celebrations around the globe 🌍 #FIFAWorldCup #Qatar2022 pic.twitter.com/fHItKywn5u
— FIFA World Cup (@FIFAWorldCup) December 11, 2022
પ્રથમ સેમીફાઇનલમાં આર્જેન્ટિના અને ક્રોએશિયા ટકરાશે. આ મેચ 14 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 વાગ્યે રમાશે. બીજી સેમીફાઇનલ ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે 15 ડિસેમ્બરે રાત્રે 12.30 કલાકે રમાશે. ફ્રાન્સે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તે મજબૂત મોરોક્કન ડિફેન્સને તોડીને સતત બીજી વખત ફાઇનલમાં પહોંચવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચ શનિવારે (10 ડિસેમ્બર) મોડી રાત્રે કતારમા રમાઇ રહેલા FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં રમાઈ હતી. મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને ઈંગ્લેન્ડની ટીમ આમને-સામને હતી. આ મેચ ખૂબ જ રોમાંચક હતી, જેમાં ફ્રાન્સે શાનદાર દેખાવ કરતા 2-1થી જીત મેળવી હતી. ફ્રાન્સે વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઈંગ્લેન્ડને હરાવ્યું છે. આ પહેલા 1966 અને 1982માં ઈંગ્લેન્ડે ફ્રાંસને હરાવ્યું હતું. આ જીત સાથે ફ્રાન્સે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો મુકાબલો મોરોક્કો સામે થશે. આ ટીમે પોતાની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 1-0થી હરાવ્યું હતું. ફ્રાન્સ તરફથી પ્રથમ ગોલ 17મી મિનિટે ગ્રીઝમેનના પાસ પર ચૌમેનીએ કર્યો હતો. ઇગ્લેન્ડ તરફથી પ્રથમ ગોલ કેપ્ટન હેરી કેને 54મી મિનિટે પેનલ્ટીમાં કર્યો હતો. જ્યારે ફ્રાન્સ તરફથી બીજો ગોલ 78મી મિનિટે ગ્રીઝમેનના પાસ પર ગિરાડે કર્યો હતો