Violence: હાર બાદ ફ્રાન્સમાં તોફાનો ફાટી નીકળ્યા, લોકોનો હંગામો, મારામારી, તોડફોડ, આગચંપીના બનાવો
ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચને ફ્રાન્સમાં હજારો ફૂટબૉલ ફેન્સ અલગ અલગ શહેરોના રેસ્ટૉરન્ટ અને બારમાં ભેગા થઇને મોટી સ્ક્રીનમાં જોઇ રહ્યાં હતા
FIFA World Cup: કતારમાં રમાયેલી ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચમાં હાર બાદ ફ્રાન્સમાં સ્થિતિ બેકાબુ બની ગઇ છે, અહીં લોકો રસ્તાં પર ઉતરી આવ્યા છે, અને તોફાનો કરવા લાગ્યા છે. હાર બાદ ફૂટબૉલ ફેન્સ નિરાશ થયા જેમને પેરિસ સહિત મોટા શહેરોમાં મારામારી, તોડફોડ અને વાહનોને આગચંપી કરવાનુ શરૂ કરી દીધુ છે, જોકે, પોલીસે આ ઉત્પાતીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ મેચને ફ્રાન્સમાં હજારો ફૂટબૉલ ફેન્સ અલગ અલગ શહેરોના રેસ્ટૉરન્ટ અને બારમાં ભેગા થઇને મોટી સ્ક્રીનમાં જોઇ રહ્યાં હતા, આ દરમિયાન હાર સહન ન થતાં તેમને તોડફોડ શરૂ કરી દીધી છે. જોત જોતામાં દેશમાં અનેક શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા હતા.
ફાઇનલ મેચમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, ફેન્સને લાગી રહ્યું હતુ કે, ફ્રાન્સ વર્લ્ડ ચેમ્પીયન બનશે, પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ બાજી મારી લીધી અને ફ્રાન્સને હારનો સામનો કરવો પડ્યો હતો, લિયોનલ મેસ્સીની આર્જેન્ટીના સામે ફ્રાન્સ 4-2થી હારી ગયું. આ કારણોસર લોકોમાં રોષ ફેલાયો હતો. ફેન્સે કાબૂ ગુમાવ્યો અને અનેક શહેરોમાં તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ.
ફિફા વર્લ્ડકપ 2022 ફાઇનલ મેચનો રોમાંચ -
ફાઇનલ મેચના પહેલા હાફમાં આર્જેન્ટિનાનું પલડુ ભારે જોવા મળ્યુ, આર્જેન્ટિનાએ કમાલની રમત બતાવી. તેને પહેલા હાફમાં જ બે ફટકારી દીધા. ટીમ માટે પહેલો ગૉલ કેપ્ટન અને મહાન ફૂટબૉલર લિયૉનેન મેસ્સીએ 23મી મિનીટમાં કર્યો, વળી, ડી. મારિયાએ 36મી મિનીટમાં ગૉલ કરીને ટીમને 2-0થી લીડ અપાવી દીધી હતી.
બીજા હાફમાં ફ્રાન્સના સ્ટાર પ્લેૉયર કાઇલિન એમબાપ્પેની દમદાર રમત જોવા મળી. તેને 80મી અને 81મી મિનીટ એટલે કે 90 સેકન્ડથી ઓછા અંતરમાં બે ગૉલ કરી દીધા અને મેચમાં 2-2થી બરાબરી કરી લીધી.
વળી, 90+7 ની બાદ પણ જ્યારે સ્કૉર 2-2ની બરાબરી પર હતો, તો બન્ને ટીમોને 15-15 મિનીટનો એક્સ્ટ્રા ટાઇમ આપવામાં આવ્યો, એક્સ્ટ્રા ટાઇમની 108મી મિનીટમાં લિયૉનેન મેસ્સી અને 118મી મિનીટમાં કાઇલિન એમબાપ્પેએ ગૉલ કરી દીધો. આ ગૉલની સાથે જ એક્સ્ટ્રા ટાઇમ પછી પણ મેચ 3-3ની બરાબરી પર રહી હતી, આ પછી પેનલ્ટી શૂટઆઉટ કરવામાં આવ્યુ.
પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ મારી બાજી -
ફ્રાન્સની ટીમે પહેલો ગૉલ કર્યો.
આર્જેન્ટિનાએ પણ પહેલો ગૉલ ફટકાર્યો.
બીજા મોકા પર ફ્રાન્સ ગૉલ કરવાથી ચૂક્યુ.
આર્જેન્ટિનાએ બીજી મોકા પર પણ ગૉલ કર્યો.
ફ્રાન્સ ત્રીજા મોકા પર પણ ગૉલ ના કરી શક્યુ.
આર્જેન્ટિનાએ ત્રીજા ગૉલ કર્યો.
ફ્રાન્સે ચોથો ગૉલ કર્યો.
આર્જેન્ટિનાએ સતત ચોથો ગૉલ કરીને ફિફા વર્લ્ડકપ 2022 પોતાના નામે કરી લીધો.