નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાના કહેવાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે રવિવારે ફૂટબોલ સાથે છેડો ફાડ્યો હતો. તેણે કહ્યું કે, મારું દિલ હંમેશા કેરલ બ્લાસ્ટર્સ માટે ધડકશે. તેંડુલકરે ઈન્ડિયન સુપર લીગની ફ્રેન્ચાઇઝી કેરલ બ્લાસ્ટર્સમાં તેનો હિસ્સો વેચી દીધો છે.
2/5
2014માં ઈન્ડિયન સુપર લીગની શરૂઆત થઈ ત્યારથી જ સચિન આ ફ્રેન્ચાઇજી સાથે જોડાયો હતો. 45 વર્ષીય તેંડુલકરે કહ્યું, છેલ્લા 4 વર્ષથી કેરલ બ્લાસ્ટર્સ કલબ મારી જિંદગીનો અવિભાજ્ય હિસ્સો છે. આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાવાનો મારો હેતુ રમત પ્રત્યે જોશ જગાવવોનો તથા કેરલમાં છુપાયેલી પ્રતિભાને રાષ્ટ્રીય સ્તર પર લાવવાનો હતો. અહીંયાના ફેન્સ પ્રત્યે પણ ઘણો આદર છે. આ એક શાનદાર અનુભવ રહ્યો. જેની યાદોને હું વાગોળતો રહીશ.
3/5
તેંડુલકર કેરલ બ્લાસ્ટર્સનો અભિન્ન હિસ્સો રહ્યો છે. તેણે મોટાભાગની મેચો દરમિયાન સ્ટેન્ડ્સમાં બેસીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સચિને એક નિવેદનમાં કહ્યું કે, પાંચમાં વર્ષમાં જરૂરી છે કે ક્લબ આગામી પાંચ વર્ષ માટેની ઈમારત તૈયાર કરે. મારે પણ મારી ભૂમિકા પર ધ્યાન આપવાની જરૂર છે. મારી ટીમ સાથે વિચાર વિમર્શ કર્યા પછી મેં કેરલ બ્લાસ્ટર્સના સહ પ્રમોટર તરીકે હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.
4/5
સચિને એમ પણ કહ્યું કે, કેરલ બ્લાસ્ટર્સ આગળ સફળ થશે તેવો મને વિશ્વાસ છે. ફેન્સનું પણ ફ્રેન્ચાઇઝીને સમર્થન છે. મને કેરલ બ્લાસ્ટર્સ પર ગર્વ છે અને મારા દિલનો એક હિસ્સો હંમેશા આ કલબ માટે ધડકશે.
5/5
કેરલ બ્લાસ્ટર્સ 2014 અને 2016ની ઈન્ડિયન સુપર લીગમાં રનર અપ રહ્યું હતું.