અસલમાં ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ જે દિવસે ટી20 સીરીઝ જીતી તે જ દિવસે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવી ત્રિકોણીય સીરીઝ જીતી લીધી હતી હતી. એક જ ટ્વીટ દ્વારા અખ્તરે ભારત-પાકિસ્તાન અને રોહિત શર્માને શુભેચ્છા પાઠવી પણ તેને ક્યાં ખબર હતી આ તેના માટે મુસીબત બની જશે.
2/5
એક ફેને ક્હ્યું કે, તને રોહિતની બેટિંગ દેખાય છે ફખર ઝમાનની નહીં એવું કેમ? એક યૂઝરે તો શોએબને કહ્યું કે, રોહિતને ખોળામાં લઈ લે. કોઈ કહી રહ્યું છે કે, ફખર ઝમાનનું નામ લઈશ તો શું તને કોઈ ફાંસીએ લટકાવી દેશે.
3/5
ટ્વીટમાં રોહિત શર્માની પ્રશંસા વાચીને પાકિસ્તાનના એક ક્રિકેટ ફેને કહ્યું કે, શું તું પાક ક્રિકેટર ફખર ઝમાનની પ્રશંસા ન કરી શકે, જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 46 બોલમાં 91 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી.
4/5
અખ્તરે જ્યારે પ્રશંસા કરી ત્યારે એને એ વાતનો અણસાર પણ નહીં હોય કે, તેને આના કારણે શું-શું સાંભળવું પડશે. શોએબની આ ટ્વીટ પર પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ ભડકી ગયા અને તેમણે શોએબને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
5/5
નવી દિલ્હીઃ રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા શોએબ અખ્તરે પોતાના ટ્વીટમાં લખ્યું, પાકિસ્તાને એક રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને હવે ભારતે ઇંગ્લેન્ડને સરળતાથી હરાવ્યું છે. તેનાથી જાણવા મળે છે કે ઉપમહાદ્વીપની ટીમ શોર્ટર પોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. રોહિત શર્માએ શાનદાર ઈનિંગ રમી. ટી20 ઇન્ટરનેશનલમાં ત્રણ સેન્ચુરી ખાસ છે. જોકે શોએબ અખ્તર તરફતી રોહિત શર્માના વખાણ કરવા પર પાકિસ્તાના તેના ફેન્સને આ ગમ્યું નથી.