શોધખોળ કરો
Advertisement
સાઉથ આફ્રિકાનો જાણીતો ખેલાડી સ્પોટ ફિક્સિંગમાં દોષિત, જાણો શું થઈ સજા
સ્થાનિક ટી-20 મેચને ફિક્સ અને પરિણામોને પ્રભાવિત કરવાના પ્રયાસના બદલામાં 20 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગુલામ બોદીને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ ખેલાડીને સ્પોટ ફિક્સિંગના આઠ મામલામાં દોષિત ઠેરવ્યો હતો. પ્રિટોરીયાની એક કોર્ટે આ મામલા પર સુનાવણી કરતા શુક્રવારે ગુલામને આ સજા આપી હતી. ગુલામ બોદી સાઉથ આફ્રિકા તરફથી ત્રણ વન-ડે મેચ રમી ચૂક્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ગુલામ બોદીને 2015માં સ્થાનિક ટી-20 મેચને ફિક્સ અને પરિણામોને પ્રભાવિત કરવાના પ્રયાસના બદલામાં 20 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. સીએસએ કહ્યુ હતું કે, ગુલામ કોઇ પણ મેચને ફિક્સ કરવામાં સફળ રહ્યો નહોતો કારણ કે તેના અને કાવતરાખોરોના પ્રયાસોને નિષ્ફળ કરી દેવાયા હતા.
ગુલામ બોદીએ છેલ્લા વર્ષે જાતે જ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું જેને પ્રિટોરીયાની કોર્ટે દોષિત ઠેરવી સજા આપી હતી. આ સજાની સાથે ગુલામ બોદી પર 3000 રેન્ડ (લગભગ 203 ડોલર)નો દંડ પણ ફટકારાયો હતો. ગુલામ બોદી આ સજા વિરુદ્ધ અપીલ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement