Pele Funeral: બેલમિરો સ્ટેડિયમમાં પેલેને અપાશે અંતિમ વિદાય, સોમવારે ફેન્સ કરી શકશે અંતિમ દર્શન
પેલેનું નિધન 29 ડિસેમ્બર 2022ના રોજ 82 વર્ષની વયે કોલોન કેન્સર જેવી જીવલેણ બીમારીને કારણે થયું હતું.
Pele Funeral in Belmiro Stadium: બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેનું 29 ડિસેમ્બરે 82 વર્ષની વયે અવસાન થયું હતું. પેલે કેન્સર સામે લડી રહ્યા હતા. હવે તેમના મૃત્યુ બાદ તેમના અંતિમ વિદાયને લઈને એક મોટા અપડેટ સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ચાહકો 2, જાન્યુઆરી, સોમવારના રોજ, બેલમિરો સ્ટેડિયમમાં પેલેના અંતિમ દર્શન કરી શકશે.
ચાહકો સોમવારે અંતિમ દર્શન કરી શકશે
પેલેની ક્લબ સાંતોસે એક નિવેદનમાં કહ્યું કે આ મહાન ફૂટબોલરના મૃતદેહને સોમવારે સાઓ પાઉલોની આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાંથી બહાર લઇ જવામાં આવશે. આ પછી તેમને ચાહકોની અંતિમ ઝલક માટે વિલા બેલમિરો સ્ટેડિયમની મધ્યમાં મૂકવામાં આવશે. જ્યાં ચાહકો પેલેની અંતિમ ઝલક જોઈ શકશે. લોકો બીજા દિવસે સવારે 10 થી 10 વાગ્યા સુધી પેલેને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે.
સાંતોસમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
પેલેના અંતિમ સંસ્કાર સાંતોસમાં મેમોરિયલ નેક્રોપોલ એક્યુમેનિકા કબ્રસ્તાનમાં કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કારમાં માત્ર પરિવાર જ સામેલ થશે. પેલેનું સાંતોસમાં ઘર છે. જ્યાં તેમણે જીવનનો મોટા ભાગનો સમય વિતાવ્યો હતો.
નોંધનીય છે કે પેલેનું નિધન 29 ડિસેમ્બર 2022ના રોજ 82 વર્ષની વયે કોલોન કેન્સર જેવી જીવલેણ બીમારીને કારણે થયું હતું. વિશ્વમા ભાગ્યે જ કોઈ ફૂટબોલરને પેલે જેવું સન્માન મળ્યું હશે. તે કોઈપણ ટીમ માટે 3 ફિફા વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ફૂટબોલર છે. તે બ્રાઝિલ માટે 4 વર્લ્ડ કપ રમ્યા હતા. તે તેમના સમયના સૌથી મોંઘો ફૂટબોલર હતા. પેલે 100 મિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક હતા. પેલે ઉપરાંત તેમને કિંગ પર્લ, કિંગ ઓફ ફૂટબોલ પણ કહેવામાં આવતા હતા.
પેલેએ 7 જુલાઈ 1957ના રોજ આર્જેન્ટિના સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ 9 મહિનાની હતી. આ મેચમાં તેમણે પોતાની ટીમ માટે એક ગોલ પણ કર્યો હતો. બ્રાઝિલ માટે ગોલ કરનાર સૌથી યુવા ખેલાડીનો રેકોર્ડ તેમના નામે છે. જોકે બ્રાઝિલ આ મેચ 1-2થી હારી ગયું હતું.
17 વર્ષની ઉંમરે પેલેએ તેમનો પ્રથમ ફૂટબોલ વર્લ્ડકપ રમ્યો હતો. 1958ના વર્લ્ડ કપમાં તેમને બ્રાઝિલની ટીમમાં સ્થાન મળ્યું હતુ. અહીંથી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. પેલેએ આ વર્લ્ડ કપમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. સેમિફાઇનલમાં ફ્રાન્સ સામે હેટ્રિક અને ફાઇનલમાં સ્વીડન સામે બે ગોલથી તેમણે વિશ્વભરમાં ઓળખ મળી. 1958ના વર્લ્ડકપ પછી પેલેને યુરોપની સુપ્રસિદ્ધ ફૂટબોલ ક્લબોએ બોલાવ્યા. રિયલ મેડ્રિડ, યુવેન્ટસ અને માન્ચેસ્ટર યુનાઈટેડ જેવી ક્લબોએ તેને પોતાની ટીમમાં સામેલ કરવા સખત પ્રયાસ કર્યો. ઇન્ટર મિલાન અને વેલેન્સિયા તેની સાથે લગભગ જોડાઈ ગયા હતા, પરંતુ સાન્તોસ ફૂટબોલ ક્લબના ચાહકોની માંગને કારણે બ્રાઝિલની ક્લબે તેને છોડવાનો ઇનકાર કર્યો હતો. પરિણામ એ આવ્યું કે તે સાન્તોસમાં જ રહ્યા હતા