શોધખોળ કરો
Advertisement
રાયડુની નિવૃત્તિ પર ભડક્યો આ ક્રિકેટર, કહ્યું- પાંચ સિલેક્ટર્સે થઈને પણ તેની કરિયર જેટલા રન બનાવ્યા નથી
ગંભીરે કહ્યું કે, મારા મતે પસંદગીકારોએ વર્લ્ડકપમાં સંપૂર્ણ નિરાશ કર્યા છે. રાયડુની નિવૃત્તિનો નિર્ણય આ વાતની સાબિતી છે. પાંચ સિલેક્ટર્સને ભેગા કરવામાં આવે તો પણ તેમણે રાયડુની કરિયર જેટલા રન બનાવ્યા નથી.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ ટીમમાં જગ્યા ના મળવાના કારણે નિરાશ થયેલા અંબાતી રાયડુએ છેવટે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડકપમાં વિજય શંકર ઇજાગ્રસ્ત થયા બાદ તેના સ્થાને મયંક અગ્રવાલની પસંદગી કરવામાં આવતા નિરાશ થયેલા રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવ્યા છે.
ગંભીરે કહ્યું કે, મારા મતે પસંદગીકારોએ વર્લ્ડકપમાં સંપૂર્ણ નિરાશ કર્યા છે. રાયડુની નિવૃત્તિનો નિર્ણય આ વાતની સાબિતી છે. પાંચ સિલેક્ટર્સને ભેગા કરવામાં આવે તો પણ તેમણે રાયડુની કરિયર જેટલા રન બનાવ્યા નથી. મને ખૂબ દુઃખ છે. વર્લ્ડકપમાં ભારતના ઇજાગ્રસ્ત થયેલા બે ખેલાડીના સ્થાને પંત અને મયંક અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે. રાયડુની જગ્યાએ જો અન્ય ખેલાડી હોય તો તેમને પણ માઠુ લાગત.
વર્લ્ડકપ ટીમમાં વિજય શંકરની પસંદગી કરવા પાછળ પંસદગીકર્તાઓએ તેમને 3D પ્લેયર એટલે કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડર ગણાવ્યા હતા. આ અંગે રાયડુએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મેં વર્લ્ડકપ જોવા માટે 3D ગ્લાસ ખરીદી લીધા છે.
વર્લ્ડકપની શરૂઆતના થોડા મહિના પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ રાયડુને નંબર 4 માટે યોગ્ય બેટ્સમેન ગણાવ્યો હતો. રાયડુએ 55 વનડે મેચોમાં 47.50ની સરેરાશથી 1,694 રન બનાવ્યા હતા. જેમાં તેણે ત્રણ સદી અને 10 અડધી સદી ફટકારી હતી. રાયડુએ 6 આંતરરાષ્ટ્રીય T-20મેચોમાં 10.50ની સરેરાશથી 42 રન બનાવ્યા હતા. જો કે, તેને ટેસ્ટ રમાવની તક નથી મળી.
કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જતી બસમાં સૌથી આગળ કોણ બેઠું છે ? જાણો વિગત
અમરેલીથી દિલ્હી સાયકલ ચલાવીને પહોંચેલા આ વ્યક્તિ સાથે PM મોદીએ કરી મુલાકાત, જાણો શું રાખી હતી માનતા
રાહુલ ગાંધીના અધ્ચક્ષ પદેથી રાજીનામું આપવા પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શું કહ્યુ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion