શોધખોળ કરો
Advertisement
‘પાકિસ્તાનમાં ન તો આઝાદી છે ન તો સુરક્ષા’, PAKના પૂર્વ બેટિંગ કોચે કર્યો મોટો ધડાકો
વર્ષ 2009માં પાકિસ્તાની પ્રવાસ પર આવેલી શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો થયો હતો.
નવી દિલ્હીઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરે આંતકગ્રસ્ત આ દેશમાં પોતાના કડવા અનુભવ શેર કર્યા છે. ગ્રાન્ટ ફ્લાવરે જણાવ્યું કે, પાકિસ્તાનમાં રહેવા દરમિયાન તેના માટે પૂરતી આઝાદી ન મળવી અને સુરક્ષાનો ડર સૌથી નિરાશાજનક વાત હતી. વર્ષ 2014માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બનેલ ઝિમ્બાબ્વેના આ પૂર્વ સ્ટાર બેટ્સમેનના કરારને પીસીબીએ આગળ ન વધારવાનો નિર્ણય કર્યો.
એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં ગ્રાન્ટ ફ્લાવરે પાકિસ્તાની ટીમ સાથે પોતાના અનુભવને શેર કર્યો. જ્યારે ગ્રાન્ટ ફ્લાવરને પાકિસ્તાનમાં રહીને સૌથી ફ્રસ્ટ્રેટિંગ વસ્તુ વિશે પૂછાયું તો જવાબ મળ્યો, ‘સુરક્ષા પક્ષ અને આઝાદીની અછત’.
ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે ફ્લાવરને પૂછવામાં આવ્યું કે હવે કઈ બાબતો તે યાદ કરવા નહીં ઈચ્છે? તો જવાબમાં ફ્લાવરે કહ્યું, પૂર્વ ખેલાડીઓ દ્વારા પીઠ પર વાર અને ટીવી ચેનલો પાછળ રમાતી રાજનીતિને તેઓ ક્યારેય યાદ નહીં કરે.
વર્ષ 2009માં પાકિસ્તાની પ્રવાસ પર આવેલી શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો થયો હતો. આ બાદથી દુનિયાની ઘણી ઓછી ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. જોકે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મેળવવાની બાબતને ફ્લાવરે પોતાના કોચિંગ કરિયરની ઉપબલ્ધિ ગણાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement