વિહારી અને મયંક અગ્રવાલમાં વિહારીએ જબરદસ્ત સ્ટેમિના બતાવ્યો હતો. પહેલી વાર ઓપનિંગમાં આવેલા વિહારીએ માત્ર 8 રન કર્યા પણ તેણે 66 બોલ રમ્યા હતા. ઓવરદીઠ એક રનથી પણ ઓછી સરેરાશથી તેણે 11 ઓવર રમીને 8 રન કર્યા હતા ને છેક 19મી ઓવરમાં આઉટ થયો હતો.
2/4
વિહારી અને મયંક અગ્રવાલે પહેલો દોઢ કલાક કાઢી નાંખીને ભારત માટે રાહત ઉભી કરી હતી. પહેલાં એવું થતું કે પાંચેક ઓવરમાં જ પહેલી વિકેટ પડી જતી તેથી ચેતેશ્વર પૂજારાએ ઓપનિંગમાં આવતો હોય એ રીતે બેટિંગ કરવા આવવું પડતું. તેના બદલે તેને રાહત મળી હતી.
3/4
વિહારી અને મયંક અગ્રવાલે પહેલી વિકેટની 40 રનની ભાગીદારી કરી હતી. આ સ્કોર બહુ મોટો ના લાગે પણ મહત્વની વાત એ છે કે, આ બંને ખેલાડીએ સવારનું મહત્વનું સેશન કાઢી નાંખ્યું હતું. ઓસ્ટ્રેલિયાના બોલરો સ્ટાર્ક અને હેઝલવુડના બોલ જબરદસ્ત સ્વિંગ થતા હતા. તેની સામે બંનેએ ઝીંક ઝીલી હતી.
4/4
મેલબોર્નઃ આજથી શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતે પોતાની નવી ઓપનર જોડીને અજમાવી હતી. હનુમા વિહારી અને મયંક અગ્રવાલને ભારતે ઓપનિંગમાં ઉતાર્યા હતા. આ ઓપનિંગ જોડીએ મુરલી વિજય અને લોકેશ રાહુલ કરતાં ભારતને સારી શરૂઆત આપી હતી અને ઓસ્ટ્રેલિયાના બોલરોને હંફાવી દીધા હતા.