(Source: ECI/ABP News/ABP Majha)
હાર્દિક પંડ્યા દુબઈથી લઈને આવ્યો છે એ ઘડિયાળ 5 કરોડની નહીં પણ છે આટલા કરોડની, જાણો હાર્દિકે પોતે શું કર્યો ખુલાસો ?
ટીમની સાથે હાર્દિક પંડ્યા પણ રવિવારે મોડી રાતે સ્વદેશ પરત ફર્યો હતો. તેને કસ્ટમ વિભાગે અટકાવ્યો હતો અને બે ઘડિયાળ ડિટેન કરી છે.
Hardik Pandya News: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાની 5 કરોડની બે ઘડિયાળો કસ્ટમ વિભાગે જપ્ત કરી છે. તેની પાસે આ ઘડિયાળના ઈનવોઈસ નહોતા અને આ ઘડિયાળનું ડિક્લેરેશન પણ નહોતું કર્યું. આઈસીસી ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ટીમ ઈન્ડિયા પરત ફરી છે. ટીમની સાથે હાર્દિક પંડ્યા પણ રવિવારે મોડી રાતે સ્વદેશ પરત ફર્યો હતો. તેને કસ્ટમ વિભાગે અટકાવ્યો હતો અને બે ઘડિયાળ ડિટેન કરી છે. આ ઘડિયાળની કિંમત 5 કરોડ રૂપિયા છે. જેને લઈ હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે.
હાર્દિક પંડ્યાએ શું કહ્યું
હાર્દિક પંડ્યાએ લખ્યું, સોશિયલ મીડિયા પર ખોટી વાતો વહેતી થઈ છે. મારા દ્વારા લાવવામાં આવેલી વસ્તુઓ જાહેર કરવા અને જરૂરી કસ્ટમ ડ્યુટી ચૂકવવા હું સ્વેચ્છાએ મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગમાં ગયો હતો.
— hardik pandya (@hardikpandya7) November 16, 2021
મોંઘી ચીજોનો શોખીને છે હાર્દિક
હાર્દિક પંડ્યા મોંઘી ચીજોનો શોખીન છે અને સોશિયલ મીડિયા પર આવી તસવીરો શેર કરતો હતો. તેના ઈન્સ્ટાગ્રામ પર મોંઘી ઘડિયાળ પહેરેલી પોસ્ટ કરી હોય તેવી અનેક તસવીરો છે. રિપોર્ટ્સ પ્રમાણે હાર્દિક પાસે આશરે પાંચ કરોડ રૂપિયાની કિંમતની Patek Philippe nautilus પ્લેટિનિમ 5711 ઘડિયાળ છે. જે વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ પૈકીની એક છે.
નવેમ્બર 2020માં હાર્દિકના મોટાભાઈ કૃણાલ પંડ્યા પાસેથી પણ લક્ઝરી ઘડિયાળ મળી હતી. ત્યારે ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલીજેન્સીના અધિકારીએ તેને રોક્યો હતો. જે બાદ મામલો કસ્ટમ વિભાગને સોંપીં દેવામાં આવ્યો હતો.
આઈસીસી ટી20 વર્લ્ડકપમાં હાર્કિદ પંડ્યા ફ્લોપ સાબિત થયો હતો. તેની ગણતરી શાનદાર ઓલરાઉન્ડરમાં થાય છે. પરંતુ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરી શક્યો નહોતો. ટી20 વર્લ્ડકપની 3 ઈનિંગમાં તેણે માત્ર 69 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે તે ફ્લોપ સાબિત થયો હતો.
બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટી-20 સીરિઝમાં 16 સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો નથી. આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહષ શમીને આરામ આપવામાં આવ્યો છે. વેંકટેસ અય્યર, હર્ષલ પટેલ અને આવેશ ખાનને ટીમમાં સામેલ કરાયા છે. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડને પણ મોકો મળ્યો છે.