શોધખોળ કરો
Corornavirus Effect: લોકડાઉનમાં નતાશા સાથે હાર્દિક પંડ્યા આ રીતે પસાર કરી રહ્યો છે દિવસ
ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા લોકડાઉનમાં નતાશા સ્ટેનકોવિક સાથે સમય પસાર કરી રહ્યો છે. જેની તસવીરો સામે આવી છે.
![Corornavirus Effect: લોકડાઉનમાં નતાશા સાથે હાર્દિક પંડ્યા આ રીતે પસાર કરી રહ્યો છે દિવસ Hardik Pandya and Natasha lockdown at home Corornavirus Effect: લોકડાઉનમાં નતાશા સાથે હાર્દિક પંડ્યા આ રીતે પસાર કરી રહ્યો છે દિવસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/27200119/Hardik.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં વિવિધ રમતોની ટુર્નામેન્ટ અને લીગ મેચો મુલતવી રાખવામાં આવી છે. જેમાં ક્રિકેટ પણ સામેલ છે. ત્યારે ભારતમાં હાલ લોકડાઉનની સ્થિતિ છે જેના કારણે ક્રિકેટર્સ પણ ઘરમાં પૂરાઈ ગયા છે. જેમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા લોકડાઉનમાં નતાશા સ્ટેનકોવિક સાથે સમય પસાર કરી રહ્યો છે. જેની તસવીરો સામે આવી છે.
નતાશા સ્ટેનકોવિક કોરોના વાયરસને લઈને સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરી રહી છે. તેણે હાલમાં જ હાર્દિક સાથે પોતાની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું કે, ઘરે રહો અને સુરક્ષિત રહો. કોરોનાના ચેપની સંખ્યા વધતા 14 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. ક્રિકેટર્સ પણ સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને અને તેમના સમર્થકોને કોરોના સામે સતર્ક રહેવાની સલાહ આપતા રહે છે. એક્ટ્રેસ નતાશાએ જે તસવીર શેર કરી તેમાં તે હાર્દિક સાથે જોવા મળી રહી છે. જોકે, તે સ્પષ્ટ નથી કે આ તસવીર હાલની છે કે જૂની. જોકે, નતાશાએ જે રીતે મેસેજ લખ્યો છે તે જોતા આ તસવીર હાલની હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિકે નતાશાએ શેર કરેલી તસવીર પર દિલની ઈમોજી સાથે રિપ્લાય કર્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાના તેના સાથી અને મિત્ર લોકેશ રાહુલે પણ આવી જ ઈમોજી બનાવી હતી. નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર નતાશા સાથે એક તસવીર પોસ્ટ કરીને બંનેએ સગાઈ કરી લીધી હોવાની જાણકારી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)