શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હાર્દિક પંડ્યાના પરિવારને પણ નહોતી સગાઈની જાણ, પિતાએ કહ્યું- નતાશા સારી છોકરી છે પરંતુ.....
હાર્દિકના પિતાએ જણાવ્યું કે, તેમણે હજુ લગ્નની તારીખ નક્કી કરી નથી. પરંતુ ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય કરશે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિકની સગાઈ હાલમાં ચર્ચામાં છે. જ્યાં સોશિયલ મીડિયામાં ફેન્સ બન્નેને અભિનંદન પાઠવી રહ્યા છે તો આ સગાઈના સમાચાર સાંભળીને હાર્દિક પંડ્યાના પરિવારજનો પણ દંગ રહી ગયા હતા. હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાએ દીકરાના લગ્ન પર મૌન તોડતા કહ્યું કે, તે સગાઈની વાત સાંભળીને દંગ રહી ગયા હતા.
હાર્દિક પંડ્યા અને નતાશાએ 1 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીર અને વીડિયો શેર કરતા પોતાની સગાઈની જાહેરાત કરી હતી.
હિમાંશુ પંડ્યાએ કહ્યું, “નતાશા સારી છોકરી છે. અને મુંબઈમાં ઘણીવાર તેને મળ્યા છીએ. અમને જાણ હતી કે હાર્દિક અને નતાશા દુબઈ વેકેશન માટે જઈ રહ્યા છે. પરંતુ બંને સગાઈ કરી લેશે એવો કોઈ અંદાજો નહોતો. સગાઈના સમાચાર સાંભળીને અમને આશ્ચર્ય થયું હતું. બંનેની સગાઈ થયા બાદ અમને આ વિશે જાણ થઈ હતી.”
હાર્દિકના પિતાએ જણાવ્યું કે, તેમણે હજુ લગ્નની તારીખ નક્કી કરી નથી. પરંતુ ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય કરશે. હાર્દિકના ભાઈ અને ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પરિવારમાં નતાશાનું સ્વાગત કર્યું છે. કૃણાલે ટ્વિટર પર તસવીર શેર કરીને લખ્યું. “હાર્દિક અને નતાશા ખૂબ ખૂબ શુભેચ્છા. નતાશા અમારા ક્રેઝી પરિવારમાં તારા સામેલ થવાથી અમે ખુશ છીએ. ગાંડપણમાં તારું સ્વાગત છે!! તમને બંનેને અઢળક પ્રેમ.”
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીરો અને વિડીયો શેર કરીને નતાશા સાથે સગાઈની વાત જાહેર કરી હતી. તેમણે પોતાની સગાઈ અંગેની જાહેરાત કરતી આ પોસ્ટમાં લખ્યું હતું કે, "મે તેરા, તું મેરી, જાને, સારા હિંદુસ્તાન" આ સાથે તેમણે યુગલ તથા સગાઈની વીંટીના ઇમોજી શૅર કર્યા હતા. આ પોસ્ટમાં હાર્દિક પંડ્યાએ નતાશા સાથેના 3 ફોટો અને એક નાનકડી ક્લિપ શૅર કરી હતી. જે પૈકી એક ફોટોમાં નતાશા તેમની ઍન્ગેજમૅન્ટ રિંગ બતાવતાં દેખાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion