પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત 0-1થી પાછળ છે અને છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો અત્યારે લંડનમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. આવી જ ગરમી 1976માં વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં જોવા મળી હતી પણ તે મેચ જૂનમાં રમાઈ હતી. જોકે, હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસમાં લંડનનું તાપમાન ઘટી શકે છે.
2/3
લંડનમાં ગ્રાઉન્ડ સ્ટાફને પિચમાં જરૂરી ભેજ જાળવી રાખવા માટે ખૂબ મહેનત કરવી પડી રહી છે. જેના કારણે ભારતીય ટીમ ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની સાથે વધુ એક સ્પિનરને રમાડવાનું વિચારી રહી છે. ભારત બે સ્પિનર્સ સાથે ઉતરશે તો હાર્દિક પંડ્યાનું બહાર બેસવું લગભગ નક્કી થઈ જશે. હાર્દિકે પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં 31 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી પણ તે ટેસ્ટમાં એકપણ વિકેટ ઝડપી શક્યો નહોતો.
3/3
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને ખાસ કરીને રાજધાની લંડનમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. વિતેલા થોડા દિવસથી ત્યાં તાપમાન 25થી 30 ડીગ્રીની આસપાસ પહોંચી ગયું છે. મંગળવારે લંડનમાં વધુમાં વધુ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. જોકે સાંજે ત્યાં હળવો વરસાદ થયો હતો. ભારત-ઈંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચ ગુરુવારે લૉર્ડ્ઝ સ્ટેડિયમમાં રમાવાની છે. પણ આ ટેસ્ટમાં ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બહાર થઈ શકે છે.