શોધખોળ કરો
Advertisement
એક સમયે ટ્રકમાં મુસાફરી કરતો હતો આ ભારતીય ખેલાડી, આજે છે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર
ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરતાં પંડ્યાએ પોતાના જૂના દિવસ યાદ કર્યા છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની એક જૂની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે વાઈટ ટીશર્ટ પહેરીને એક ટ્રકમાં સવાર છે અને તે કોઈ મેચ માટે આ મુસાફરી કરી રહ્યા છે. આ તસવીરના કેપ્શનમાં હાર્દિક પંડ્યાએલખ્યું છે કે, એ દિવસોમાં લોકલ ક્રિકેટ મેચ રમવા માટે ટ્રકથી મુસાફરી કરતો હતો અને હું તેમાંથી ઘણું શીખ્યો છું. પંડ્યાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરતાં પંડ્યાએ પોતાના જૂના દિવસ યાદ કર્યા છે. તેણે આ તસવીર સાથે લખ્યું, આ એ દિવસોની તસવીર છે જ્યારે હું સ્થાનિક મેચ રમવા માટે ટ્રકમાં મુસાફરી કરતો હતો. તેનાથી હં જીવનમાં ઘણું શીખ્યો છું. આ અત્યાર સુધીનો શાનદાર પ્રવાસ રહ્યો છે. કદાચ નરક જેવો, પરંતુ હું આ રમતને ખૂબ પ્રેમ કરું છું.
પંડ્યાએ આ કેપ્શનમાં લવ, પોઝિટિવિટી અને ડ્રીમકમટ્રૂ જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે. પંડ્યાની આ તસવીરે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ છે. આપને જણાવી દઈએ કે પંડ્યા હાલ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમવા ટીમ ઇન્ડિયામાં સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement