ટ્રેન્ટ બ્રિજના મેદાન પર શાનદાર પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાની સરખામણી ઓલરાઉન્ડર કપિલ દેવ સાથે કરવામાં આવી રહી છે. જોકે, હાર્દિકનું કહેવું છે કે તે કપિલ દેવ નથી, અને ક્યારેય બનવા પણ નથી માગતો. પોતે હાર્દિક પંડ્યા રહીને જ ખુશ છે તેવું પણ તેણે જણાવ્યું હતું. પંડ્યાએ જણાવ્યું હતું કે, તેને કપિલ દેવ પ્રત્યે ખૂબ માન છે, પરંતુ હું હાર્દિક પંડ્યા જ બની રહેવા માગું છું.
2/3
હાર્દિકનું કહેવું છે કે, તેની સરખામણી ભારતને વર્લ્ડ કપ જીતાડનારા લેજેન્ડ ઓલરાઉન્ડર સાથે કરવી યોગ્ય નથી પોતે જે છે તે જ તે બની રહેવા માગે છે.
3/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજા ટેસ્ટના બીજા દિવસે પ્રથમ ઈનિંગમાં શાનદાર બોલિંગ કરતાં ટીકાકોરેને જબડાતોડ જવાબ આપ્યો હતો. જોકે હાર્દિક પંડ્યાની તુલના ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવ સાથે કરવામાં આવી હતી. આ વાત પર તેણે મૌન તોડ્યું છે અને ટીકાકારોને જબડાતોડ જવાબ આપ્યો છે.