શોધખોળ કરો
Advertisement
2019ના વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરશે હાર્દિક પંડ્યા, જાણો કોણે કરી આ આગાહી
યુવરાજે કહ્યું કે, ગઇકાલે હું હાર્દિક સાથે વાતચીત કરતો હતો. મેં તેને કહ્યું કે, તારી પાસે બોલ અને બેટથી સારું પ્રદર્શન કરવાનો શાનદાર મોકો છે
મુંબઈઃ ટીમ ઈન્ડિયાને 2011નો વર્લ્ડકપ જીતાડનારો હીરો યુવરાજ સિંહ હાલ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહી રહ્યો છે. તેણે કહ્યું કે, હું મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સાથી ખેલાડી હાર્દિક પંડ્યા પાસેથી આગામી વિશ્વકપમાં વિશેષ પ્રદર્શનની આશા રાખું છું. પંડ્યાએ કોફી વિથ કરણ શોમાં મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ તેણે શાનદાર વાપસી કરી છે.
25 વર્ષીય હાર્દિક પંડ્યા હાલ શાનદાર ફોર્મમાં છે અને યુવરાજને આશા છે કે તે વિસ્ફોટક બેટિંગ 50 ઓવરની મેગા ઇવેન્ટમાં પણ ચાલુ રાખશે. યુવરાજે કહ્યું કે, ગઇકાલે હું હાર્દિક સાથે વાતચીત કરતો હતો. મેં તેને કહ્યું કે, તારી પાસે બોલ અને બેટથી સારું પ્રદર્શન કરવાનો શાનદાર મોકો છે.
હાલ તું જે પ્રકારે બેટિંગ કરી રહ્યો છે તે શાનદાર છે અને હું આશા રાખું છું કે તું તારા ફોર્મને વર્લ્ડકપમાં પણ જાળવી રાખીશ. તે સારી બોલિંગ કરી રહ્યો છે પરંતુ હું માનું છું કે તું દબાણની સ્થિતિને કેવી રીતે સંભાળી શકે છે તે જરૂરી છે. યુવરાજ સિંહે કહ્યું કે, કોલકાતા નાઇટ રાઇડર્સ સામે તેની 91 રનની ઈનિંગ આઈપીએલમાં સૌથી સારી લાગી.
અમિતાભના બંગલા પર બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચાલી શકે છે હથોડો, જાણો કેમ
લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં કોણ છે સૌથી ધનિક ઉમેદવાર, સંપત્તિ જાણીને ચોંકી જશો
કોંગ્રેસે પહેલા સર્જિકલ સ્ટ્રાઇકની મજાક ઉડાવી અને હવે કહી રહી છે ‘મીટૂ’: PM મોદી
AMC કમિશનર વિજય નેહરાએ અમદાવાદીઓને શું કરી અપીલ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement