CWG 2022: 200 મીટર દોડની સેમીફાઈનલમાં પહોંચી હિમા દાસ, હેમર થ્રોમાં મંજૂ બાલા ફાઈનલમાં પહોંચી
કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતના ખેલાડી રોજ પદક પણ જીતી રહ્યા છે.
Hima Das & Manju Bala: કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતના ખેલાડી રોજ પદક પણ જીતી રહ્યા છે. ત્યારે આજે ભારતની મહિલા દોડવીર હિમા દાસે (Hima Das) પણ સારું પ્રદર્શન કર્યું છે. હિમા દાસે 200 મીટરની દોડમાં સેમીફાઈનલ (Semi-Finals) સુધી પહોંચી ગઈ છે. હિમાએ 23.42 સેકન્ડમાં પોતાની દોડ પુરી કરી લીધી હતી આ સાથે જ હિમા દાસ હીટમાં પહેલા સ્થાન પર રહી હતી.
મંજૂ બાલા હેમર થ્રોની ફાઈનલમાં પહોંચી
હિમા દાસ સિવાય મંજૂ બાલાએ હેમર થ્રોની રમતમાં ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. મંજૂ બાલાએ 59.68 મીટર દૂર હેમર થ્રો કર્યો હતો અને ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 11માં સ્થાન પર રહી હતી. જો કે, ભારતની બીજી એથલીટ સરિતા ફાઈનલમાં ક્વોલીફાઈ નહોતી કરી શકી, સરિતાએ 57.48 મીટરનો થ્રો કર્યો હતો. સરીતા આ થ્રોની સાથે 13માં સ્થાન પર રહી હતી. આ ઈવેન્ટમાં ટોપ 12માં રહેલા ખેલાડીઓને ફાઈનલમાં સ્થાન મળ્યું હતું. આમ સરિતા 1 સ્થાનથી ફાઈનલમાં પહોંચતા ચૂકી ગઈ હતી.
ઉંચી કૂદમાં તેજસ્વિન શંકરને મળ્યો બ્રોન્ઝ મેડલ
આ પહેલાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં એથલેટિક્સનો પહેલો મેડલ તેજસ્વિન શંકરે અપાવ્યો હતો. શંકરે 2.22 મીટરનો ઉંચો કૂદકો લગાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ઉંચી કૂદમાં ભારતનો પહેલો મેડલ છે. આ પહેલાં ભારતના ખેલાડી કોમનવેલ્થ ગેમ્સ 2022માં એથલેટિક્સમાં (Athletics) મેડલ જીતવામાં સફળ નહોતા થયા.
આ પણ વાંચોઃ