પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં વિજય અપાવનાર વિરાટ કોહલી પોતાની સૌથી મોટી સિદ્ધિ માને છે. તેનું કહેવું છે કે, તેનાથી ભારતીય ટીમની એક અલગ ઓળખ બનશે. વિરાટ કોહલી આઠ વર્ષ પહેલાં ધોનીની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી ચૂક્યો છે પરંતુ તે ઓસ્ટ્રેલિયામાં મળેલી જીતને વર્લ્ડ કપથી પણ મોટી જીત માને છે.
6/7
વિરાટ કોહલી સહિત ભારતના 13 કેપ્ટન, પાકિસ્તાનના 10 કેપ્ટન અને શ્રીલંકાના પાંચ કેપ્ટન સામેલ છે જ્યારે બાંગ્લાદેશનો એક કેપ્ટન પણ છે. એટલે ઓસ્ટ્રેલિયામાં જે 28 કેપ્ટન ન કરી શક્યા તે ફક્ત ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કરી બતાવ્યું હતું.
7/7
સિડની: વિદેશી ધરતી પર ટેસ્ટ સિરીઝની વાત આવે ત્યારે ભારતીય ટીમને નબળી આંકવામાં આવતી હતી પરંતુ વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતી ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા માટે 1947-48થી 2018-19 દરમિયાન 29 કેપ્ટનોએ દમ લગાવ્યો હતો. પરંતુ સફળતા માત્ર વિરાટ કોહલીને મળી હતી.