ભૂવી કેમ નથી રમી રહ્યો તે અંગે મીડિયા સાથે વાત કરતાં ટીમના કેમ્ટન વિલિયમસને જણાવ્યું હતું કે, "ભૂવીને કમરમાં સામાન્ય ઇજા પહોંચી હતી, એટલા માટે તેને આરામની સલાહ આપવામાં આવી છે. તે ટીમની સાથે મુંબઇ સામેની મેચ દરમિયાન મુંબઇ પણ નહોતો આવ્યો."
2/6
નોંધનીય છે કે, એકવાર ફરી કેન વિલિયમસને શાનદાર કેપ્ટનશીપનું ઉદાહરણ આપ્યું છે. ગઇરાત્રે રમાયેલી પંજાબ સામેની મેચમાં વિરોધીના હાથમાંથી ઝૂંટવી લીધી. 133 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમને માત્ર 119 રનમાં તંબુ ભેગી કરી દીધી હતી. આ મેચમાં બૉલરોની ભૂમિકા મહત્વની રહી હતી. જોકે, ટીમને ભુવનેશ્વરની ખોટ હંમેશા વર્તાઇ રહી છે.
3/6
હૈદરાબાદની ટીમ આશા રાખી રહી હશે કે ભુવનેશ્વરન કમી વધુ ના વર્તા અને આઇપીએલમાં જીત પર જીત નોંધવતા જઇએ. ભૂવી મુંબઇ ઇન્ડિયન્સની મેચ અગાઉ જ ઇજાગ્રસ્ત થયો હતો અને તેના કારણે આઇપીએલમાંથી બહાર રહ્યો છે.
4/6
5/6
ટીમમાં બેટ્સમેનો ઉપરાંત બૉલર્સ પણ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યાં છે. પણ આ બધાની વચ્ચે ટીમનો સ્ટાર બૉલર ભૂવનેશ્વર કુમાર નથી દેખાઇ રહ્યો. આ અંગે ટીમના કેપ્ટને મીડિયા સાથે વાત કરી હતી.
6/6
નવી દિલ્હીઃ આઇપીએલમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહેલી ટીમ હૈદરાબાદે વધુ એક જીત મેળવી છે, આ સાથે પૉઇન્ટ ટેબલમાં પણ બીજા નંબરે યથાવત રહી છે. ટીમના કેપ્ટન વિલિયમસને પણ આઇપીએલમાં શાનદાર કેપ્ટનશીપનો નજારો કરાવ્યો છે.