ગાવસ્કરે હજુ જવાનો ફેંસોલ નથી લીધો. તેણે કહ્યું કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચની વ્યસ્તતાના કારણે મારું જવું મુશ્કેલ છે. આ ઉપરાંત ભારત સરકારની મંજૂરી અને સલાહ લેવા પણ માંગીશ. જે બાદ કોઈ ફેંસલો લઈશ. સરકાર મંજૂરી આપશે તો હું જઈશ.
2/5
ગાવસ્કરે કહ્યું કે, મને ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ મળ્યું છે. ઈમરાનની પાર્ટી તરફથી મને ફોન આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેના શપથ સમારોહની તારીખ નક્કી થઈ નથી. જ્યારે ડેટ ફિક્સ થશે ત્યારે સત્તાવાર નિમંત્રણ આવશે.
3/5
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરને પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાન વતી શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનું નિમંત્રણ મળ્યું છે. ગાવસ્કરે કહ્યું કે, ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈસાંફના સેનેટર વતી મારી પાસે નિમંત્રણ આવ્યું છે.
4/5
આ પહેલા પૂર્વ ભારતીય ઓપનર નવજોત સિંહ સિદ્ધુએ ઈમરાનના શપથ સમારોહમાં જવાની વાત કહી હતી. તેણે આને અંગત આમંત્રણ ગણાવ્યું હતું અને ઈમરાનની ખૂબ પ્રશંસા કરી હતી.
5/5
ભારતને 1983નો વિશ્વકપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવે પણ કહ્યું કે, મને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ લેખિતમાં નથી. મને તેમની ટીમ તરફથી ફોન આવ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ ઈમેલ આવ્યો નથી. હું સત્તાવાર આમંત્રણની રાહ જોઉ છું. જો સત્તાવાર આમંત્રણ મળશે તો હું જઈશ.