શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
તો 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટ પણ થશે સામેલ? ICCને છે.....
ક્રિકેટ એશિયન ગેમ્સ અને 1998માં કોમનવેલ્થ ગેમ્સનો હિસ્સો પણ રહી ચૂક્યું છે.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ને આશા છે કે 2028માં લોસ એન્જેલસમાં રમાનાર ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટને પણ સામેલ કરવામાં આવશે. એમસીસી (મેર્લબોન ક્રિકેટ ક્લબ) ક્રિકેટ સમિતિના ચેરમેન માઈક ગેટિંગે કહ્યું કે, આઈસીસી ક્રિકેટને 2028માં લોસ એન્જલેસમાં રમાનાર ઓલિમ્પિક રમતોમાં સામેલ કરવાના પ્રયત્નમાં લાગ્યું છે.
ગેટિંગે કહ્યું કે, અમે મનુ સ્વાહને સાથે વાત કરી રહ્યા હતા અને તેઓ એ વાતને લઈ ખૂબ આશાવાદી છે કે ક્રિકેટને 2028 ઓલિમ્પિક રમતોમાં સ્થાનળ મળી શકે છે. તેની પર તેઓ મજબૂતીથી કામ કરી રહ્યા છે. તે વૈશ્વિક સ્તરે ક્રિકેટ માટે મોટી વાત હશે.
ગેટિંગે કહ્યું કે, તે માત્ર બે સપ્તાહની વાત હશે ન કે સમગ્ર મહિનાની. તેથી આ એ ટૂર્નામેન્ટ્સમાંથી હશે, જેમાં બે સપ્તાહનો કાર્યક્રમ બનાવવામાં મુશ્કેલી નહીં આવે. નોંધનીય છે કે, ક્રિકેટ એશિયન ગેમ્સ અને 1998માં કોમનવેલ્થ ગેમ્સનો હિસ્સો પણ રહી ચૂક્યું છે. હવે વર્ષ 2022માં બર્હિઘમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં પણ મહિલા ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion