શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
T20 વર્લ્ડકપ પહેલા ભારત પાકિસ્તાન આવશે આમને-સામને, જાણો શું છે ICCનો પ્લાન!
ટી-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ બે વર્ષ પહેલા જ જાહેર થઈ ગયો છે.
નવી દિલ્હીઃ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં આઈસીસી ટી20 વર્લ્ડકપ રમાશે. ટી20 વર્લ્ડકપથી પહેલા ફેન્સની વચ્ચે એક્સાઈટમેન્ટ વધારવા માટે આઈસીસી ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે વોર્મ અપ મેચ રમાડવામાં આવે. ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂઅલ હજુ નક્કી થયું નથી પરંતુ 18 ઓક્ટોબરથી શરૂ થનાર આ ટૂર્નામેન્ટ પહેલા આઈસીસી ઇચ્છે છે કે, ભારત અને પાકિસ્તાન વોર્મઅપ મેચમાં આમને સામને હોય.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2020 પહેલા ભારત અને પાકિસ્તાન વૉર્મઅપ મેચમાં ટકરાઇ શકે છે. ટી-20 વર્લ્ડ કપને સુપરહીટ કરાવવા માટે આઈસીસી આ આઈડિયા ઉપર કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપનો કાર્યક્રમ બે વર્ષ પહેલા જ જાહેર થઈ ગયો છે. જેમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમો અલગ-અલગ ગ્રૂપમાં છે. પાકિસ્તાનની ટીમ ગ્રૂપ 1 માં છે તો ટીમ ઇન્ડિયા ગ્રૂપ 2 માં છે. આમ બન્ને વચ્ચે મેચ ન થવાની સંભાવના છે. જેના કારણે આઈસીસી વૉર્મઅપ મેચમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટકરાય તેવી યોજના બનાવી રહ્યું છે.
ભારત અને પાકિસ્તાનની ટીમ આઈસીસી ટૂર્નામેન્ટમાં 2012થી એક ગ્રૂપમાં રહી નથી. 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન આધારે રમાયો હતો તેથી બંને ટીમોની ટક્કર જોવા મળી હતી. 2009ના ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારત અને પાકિસ્તાનની ટીમ વૉર્મઅપ મેચમાં ટકરાઈ હતી. જેમાં ભારતનો વિજય થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion