શોધખોળ કરો
Advertisement
ફરી એક વખત ભારત-પાકિસ્તાન ક્રિકેટના મેદાન પર આમને-સામને, 4 ફેબ્રુઆરીએ વર્લ્ડકપ સેમિફાઈલનમાં ટક્કર થશે
શુક્રવારે સુપર લીગ ક્વાર્ટર ફાઈનલ મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 6 વિકેટ હરાવ્યું હતું.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલ અંડર-19 વર્લ્ડકપની સુર લીગ સેમીફાઈનલ લાઈન અપ તૈયાર છે. હાલની ચેમ્પિયન ભારતની મેચ 4 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાશે. ભારતે પહેલા જ ઓસ્ટ્રેલિયાને હરાવીને અંતિમ ચારમાં પોતાનું સ્થાન કક્કી કર્યું હતું.
શુક્રવારે સુપર લીગ ક્વાર્ટર ફાઈનલ મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 6 વિકેટ હરાવ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં પાકિસ્તાનને 53 બોલ બાકી હતા ત્યારે જ 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો.
ભારતે 28 જાન્યુઆરીએ જ સેમીફાઈનલમં સ્થાન મેળવી લીધું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 74 રને હાર આપી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 234 રનના ટાર્ગેટની સામે 159 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે ગ્રુપ એમાં અજેય રહેતા ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ સેમી ફાઈનલ ચાર ફેબ્રુઆરીએ પોચેફસ્ટ્રમમાં થશે. આ મેચ બપોરે દોઢ કલાકથી રમવામાં આવશે. તો બીજી સેમિફાઈનલ મેચ ગુરૂવારે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મુકાબલો પણ બપોરે દોઢ કલાકે રમાશે.Pakistan win! #PakistanFutureStars qualify for the semi-finals of #U19CWC #PAKvAFG | #U19CWC | #WeHaveWeWill https://t.co/MJZRQUbstc pic.twitter.com/eBFUmYoiYB
— Pakistan Cricket (@TheRealPCB) January 31, 2020
અંડર19 ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 23 મેચ રવામાં આવી છે. જેમાં ભારતને 14માં જીત મળી છે. હાલના વર્લ્ડ કપમાં ભારત માટે ઓપનર બેટ્સમેન યસસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં છે. યશસ્વીએ 4 મેચમાં 103.50ની એવરેજથી 207 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગમાં રવિ બિશ્નોઈ ચાર મેચમાં 11 વિકેટ લઈ ચોથા નંબર પર છે.Pakistan win The final team to qualify for the Super League semi-finals 👏#U19CWC | #AFGvPAK | #FutureStars pic.twitter.com/p8I71682yC
— Cricket World Cup (@cricketworldcup) January 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement