શોધખોળ કરો
Advertisement
World Cup: જો સેમી ફાઈનલ કે ફાઈનલ ન રમાય અથવા ટાઈ થાય તો કેવી રીતે થશે હાર-જીતનો નિર્ણય, જાણો વિગતે
આ વખતે વર્લ્ડકપ સેમી ફાઈનલ અને ફાઈનલ માટે સુપર ઓવર મેચથી પરિણામ આવશે.
લંડનઃ વર્લ્ડકપ તેના અંતિમ તબક્કામાં છે. ત્રણ મેચ બાદ ખબર પડી જશે કે આ ટૂર્નામેન્ટનો કિંગ કોણ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ સેમી ફાઈનલ વરસાદને કારણે ધોવાઈ ગયો છે. આજે રિઝર્વ ડેના દિવસે ફરીથી મેચ રમાશે. વર્લ્ડકપમાં જો સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ કોઈકારણો સર વરસાદને કારણે ધોવાઈ જાય કે ટાઈ થાય તો હાર જીતનો નિર્ણય કેવી રીતે થશે? વાંચો આગળ......
સેમીફાઈનલ અને ફાઈનલ મેચમાં હાર જીતનો નિર્ણય મેદાન પર જ થઈ જાય તેના માટે આઈસીસીએ સંપૂર્ણ વ્યવસ્થા કરી રાખી છે. સેમી ફાઈનલ અને ફાઈનલ માટે આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યા છે.
બીજી બાજુ જો સેમી ફાઈનલ કે ફાઈનલ મેચ ટાઈ થાય તો હાર જીતનો નિર્ણય કેવી રીતે થશે. આઈસીસીએ આ સ્થિતિ માટે પણ વ્યવસ્થા કરી રાખી છે. આ વખતે વર્લ્ડકપ સેમી ફાઈનલ અને ફાઈનલ માટે સુપર ઓવર મેચથી પરિણામ આવશે. સુપર ઓવર આ પહેલા ટી-20 ટૂર્નામેન્ટમાં થતી હતી, જોકે આ ટૂર્નામેન્ટની લીગ મેચ માટે સુપર ઓવરનો નિર્યમ ન હતો. નોંધનીય છે કે, રિઝર્વ ડેના દિવસે પણ ફાઈનલ મેચ કોઈ કારણોસર ન રમાય તો પછી વર્લ્ડકપ બન્ને ટીમ વચ્ચે વહેંચવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement