જો કે, નાના લક્ષ્યાંક સામે મલેશિયાના બન્ને ઓપનર ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયા હતા. પરંતુ ત્યાર બાદ બેટ્સમેનોએ કોઈ જ ભૂલ ન કરતા 1.4 ઓવરમાં 11 રન બનાવી જીત હાંસલ કરી લીધી હતી.
2/4
વરસાદ બાદ જ્યારે મેચ શરૂ થાય ત્યારે ડકવર્થ લુઈસ મેથડના આધારે મલેશિયાને 8 ઓવરમાં 6 રનો લક્ષ્યાંક આપવામાં આવ્યો. ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધીનો આ સૌથી નાનો સ્કોર માનવામાં આવી રહ્યો છે.
3/4
આ મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતા મ્યાનમારની ટીમે 10.1 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 9 રનનો સ્કોર બનાવ્યો હતો. તે દરમિયાન વરસાદના કારણે મેચ રોકવી પડી હતી પરંતુ જ્યાં સુધી વરસાદ શરૂ થાય તે પહેલાજ મ્યાનમારના 6 બેટ્સમેન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. મલેશિયા તરફથી પવનદીપ સિંહે પાંચ વિકેટ ઝડપી હતી.
4/4
ટેસ્ટ અને વનડે બાદ ક્રિકેટમાં ટી -20 એક રોમાંચક ફોર્મેટ બનીને ઉભરી આવી છે. અને આ ફોર્મેટમાં એક-એક ઓવરમાં રોમાંચ જોવા મળે છે. ત્યારે ક્રિકેટ ઇતિહાસમાં એક અનોખો મુકાબલો જોવા મળ્યો હતો. આઈસીસી વર્લ્ડ ટી-20 એશિયા રીઝન ક્વાલીફાયરમાં મ્યાનમાર અને મલેશિયા વચ્ચે રમાયેલી મેચ રોમાંચક નહતી પણ ચોંકાવનારી જરૂર હતી.