પેન આ તમામ વાત તેના સાથી ખેલાડી એરોન ફિંચને કહેતો સાંભળવા મળ્યો હતો. પરંતુ તેના પર રોહિતે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી. ભારતે 443 રન પર 7 વિકેટ ગુમાવીને ઈનિંગ ડિક્લેર કરી ત્યારે રોહિત શર્મા 63 રને અણનમ રહ્યો હતો.
2/3
મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બોલરો એક-એક વિકેટ માટે પરસેવો પાડતાં હતા તેમ છતાં સફળ થતા નહોતા. હિટમેન રોહિત શર્મા જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે ટિમ પેન સતત વિકેટ પાછળથી કોમેન્ટ કરતો હતો. તેણે રોહિત શર્માને આઉટ કરવા માટે IPLનો પણ ઉલ્લેખ કરી દીધો.
3/3
પેને વિકેટ કિપિંગ કરતી વખતે રોહિત શર્માને સિક્સ મારવા ઉશ્કેર્યો હતો. આ તમામ વાતચીત સ્ટંપ માઇકમાં કેદ થઈ હતી. રોહિત જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે પેને શોર્ટ આક્રમક ફિલ્ડિંગ ગોઠવીને નાથન લાયનને બોલિંગ આપી. જે બાદ પેને ખુદ રોહિત પર દબાણ બનાવવાની વ્યૂહરચના બનાવી અને કહ્યું કે, હું હંમેશા રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફસાતો રહું છું કે બંનેમાંથી કઈ ટીમનો સપોર્ટ કરું. પરંતુ જો રોહિત સિક્સ મારશે તો હું મુંબઈ ઈન્ડિન્સને સપોર્ટ કરીશે.