મુનાફ પટેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિવિધ ફ્રેન્ચાઇઝી તરફથી રમી ચુક્યો છે. તાજેતરમાં જ તેણે T10 ક્રિકેટમાં ભાગ લીધો હતો.
2/3
નવી દિલ્હીઃ 2011માં આઈસીસી વિશ્વ કપ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો રહેલા પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ જોર્ડન ઈન્ટરનેશનલ ક્રિકેટ એકેડમીમાં ઉભરતા બોલરોને ફાસ્ટ બોલિંગના પાઠ ભણાવશે. ઈખર એક્સપ્રેસ તરીકે જાણીતા પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલે થોડા મહિના પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
3/3
મુનાફ પટેલે 2006થી 2011 દરમિયાન 13 ટેસ્ટ અને 70 વન ડે મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 35 તથા વન ડેમાં 86 વિકેટ છે. મુનાફ પટેલ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વિશ્વકપ જીતનારી ટીમનો હિસ્સો હતો.