હરભજન સિંહનું એ પણ માનવું છે કે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતની પાસે સીરીઝ જીતવાની આ સારી તક છે, કારણ કે તેમાં સ્ટીવ સ્મિત અને ડેવિડ વોર્નર બન્ને ખેલાડી સામેલ નથી. બોલ ટેમ્પરિંગને કારણે બન્ને પર પ્રતિબંધ લાગ્યો છે.
2/3
વેસ્ટઇન્ડીઝ વિરદ્ધ બે ટેસ્ટ મેચની સીરીઝમાં કુલદીપે સૌથી વધારે વિકેટ લેનાર બીજો ખેલાડી બની ગયો છે. વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં શાનદાર બેટિંગ કરનાર 18 વર્ષી બેટ્સમેન પૃથ્વી શોની પ્રશંસા કરતાં હરભજને કહ્યું કે, તેને ડર્યા વગર ક્રિકેટ કમવાનું રહેશે અને તમામ ફોર્મેટ પર કબ્જો જમાવવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે, તેનો શ્રેય ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ભારતીય ક્રિકેટ ટીમની મજબૂત માળખાને જવું જોઈએ.
3/3
કોલકાતાઃ ભારતના ભૂતપુર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહનું કહેવું છે કે, ભવિષ્યમાં ચાઈનામેન કુલદીપ યાદવ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નંબર વન સ્પિનર બોલર હશે. હરભજનને કહ્યું કે, કુલદીપે પ્રથમ દિવસે વિકેટ પર બતાવ્યું હતું કે તે શું કરી શકે છે. તે હવામાં ધીમે અને બોલને બન્ને બાજુ ફેરવી શકે છે. એવામાં તે ભારતીય ટીમ માટે મુખ્ય ખેલાડીની ભૂમિકામાં હોવા જોઈએ. ભવિષ્યમાં તે નંબર વન સ્પિન બોલર બની શકે છે.