સચિન તેંડુલકરે કઈ કંપનીમાં કર્યું 15 કરોડનું રોકાણ ? જાણો શું કરે છે કંપની ? શેરબજારમાં લિસ્ટેડ છે કે નહીં ?
અમને ભારત રત્ન, મજબૂત મૂલ્યોવાળા વ્યક્તિ અને એક પ્રતિષ્ઠિત ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ પર ગર્વ છે.
![સચિન તેંડુલકરે કઈ કંપનીમાં કર્યું 15 કરોડનું રોકાણ ? જાણો શું કરે છે કંપની ? શેરબજારમાં લિસ્ટેડ છે કે નહીં ? In which company did Sachin Tendulkar invest Rs 15 crore? Know what the company does? Listed on the stock exchange or not? સચિન તેંડુલકરે કઈ કંપનીમાં કર્યું 15 કરોડનું રોકાણ ? જાણો શું કરે છે કંપની ? શેરબજારમાં લિસ્ટેડ છે કે નહીં ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/27/64145ef79e754b04e238660b268625a6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકરે JetSynthesys કંપનીમાં 20 લાખ ડોલર (અંદાજે 14.8 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. ડિજિટલ મનોરનંજ અને ટેક્નોલોજી કંપની જેટસિન્થેસિસે ગુરુવારે આ જાણકારી આપી. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, રોકાણની સાથે તેંડુલકરની સાથે કંપનીના સંબંધ વધારે મજબૂત થયા છે. જેટસિન્થેસિસ પુણેની કંપની છે અને ભારત ઉપરાંત જાપાન, બ્રિટને, યૂરોપીયન સંઘ, અમેરિકામાં ઓફિસ છે.
બન્ને વચ્ચે પેહલાથી જ ડિજિટલ ક્રિકેટ ડેસ્ટિનેશન ‘100એમબી’ અને immersive cricket games – ‘સચિન સાગા ક્રિકેટ’ અને ‘સચિન સાગા વીઆર’ માટે એક જોઈન્ટ વેન્ચર છે.
આ ડીલ બાદ તેંડુલકરે કહ્યું, ‘જેટસિન્થેસિસની સાથે મારો પાંચ વર્ષ જૂનો સંબંધ છે. અમે સચિન સાગા ક્રિકેટ ચેન્પિયન્સથી અમારી સફરની શરૂઆત કરી અને તેને એક ખાસ વર્ચ્યુઅલ રિયાલિટી ક્રિકેટના અનુભવ સાથે મજબૂત કરી. આ પોતાની શ્રેણીમાં સૌથી લોકપ્રિય ગેમમાં સામેલ છે અને તેને બે કરોડથી વધારે ડાઉનલોડ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, જ્યારે આ એસોસિએશન શરૂ થયું, ત્યારે તેનો ઉદ્દેશ વિશ્વભરમાં ક્રિકેટ પ્રેમીઓને એક ઓથેન્ટિક ગેમિંગ અનુભવ આપવાનો હતો. હવે મને કહેવામાં આવ્યું છે કે, ટીમ વઘારે ક્રોસ-શ્રેણીની ડિજિટલ પ્રોડક્ટ અને પ્લેટફોર્મને સામેલ કરવા માટે તેમાં વિવિધતા લાવવાનો પ્રયત્ન કરી રહી છે.
JetSynthesys વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજન નવાનીએ કહ્યું કે, 100MBની સાથે કંપનીએ સચિનના ફેન્સને એક એવું પ્લેટફોર્મ બનાવવાની તક આપી છે જ્યાં તે તેની સાથે સીધી વાતચીત કરી શકે.
નવાનીએ કહ્યું, આ રોકાણની સાથે જ અમે સચિનને JetSynthesys પરિવારનો વધારે જરૂરી સભ્ય બનતા જોઈને ઉત્સાહિત છીએ. અમને ભારત રત્ન, મજબૂત મૂલ્યોવાળા વ્યક્તિ અને એક પ્રતિષ્ઠિત ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ પર ગર્વ છે, કારણ કે અમે એક વૈશ્વિક નવા જમાનાના ડિજિટલ મીડિયા મનોરનંજ અને સ્પોર્ટ્સ મંચનું નિર્માણ કરીશું. તેમણે કહ્યું કે, તેંડુલકરનું લાંબા સમયથી સમર્થન કંપનીના દૃષ્ટિકોણમાં તેના વિશ્વાસનું પ્રમાણ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)