IND vs PAK Hockey: ભારતે પાકિસ્તાનને 3-1 થી આપી હાર, હરમનપ્રીત-આકાશદીપ રહ્યા જીતના હિરો
Hockey Men's Asian Champions Trophy: ભારતીય હૉકી ટીમે એશિયન ચેમ્પિયન ટ્રૉફી 2021ની એક મેચમાં ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાને 3-1થી હરાવી દીધુ છે.
નવી દિલ્હીઃ ભારતીય હૉકી ટીમે એશિયન ચેમ્પિયન ટ્રૉફી 2021ની એક મેચમાં ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાને 3-1થી હરાવી દીધુ છે. ઓલિમ્પિક બ્રૉન્ઝ મેડલ વિનરે ત્રીજા ક્વાર્ટર સુધી જબરદસ્ત રમત બતાવી. પોતાના બે ગૉલ ઠોકી દીધા, જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં છેલ્લી ક્ષણોમાં પાકિસ્તાન પહેલો ગોલ ફટકારવામાં સફળ થયુ હતુ. મેચનુ ચોથુ ક્વાર્ટર એકદમ ખાસ રહ્યું હતુ. જ્યાં મનપ્રીત સિંહની કેપ્ટનશીપ વાળી ટીમે ફરી એકવાર વાપસી કરતા 3-1 સ્કૉરની સાથે મેચનો અંત કર્યો. હરમનપ્રીત સિંહે ભારત માટે બે ગોલ જ્યારે આકાશદીપે એક ગોલ ફટકાર્યો હતો.
છેલ્લે આ બન્ને ટીમોની વચ્ચે મેચ એશિયન ચેમ્પિયન ટ્રૉફી લીગના તબક્કાના સ્ટેજમાં રમાઇ હતી. જ્યાં ભારતે 3-1થી જીત હાંસલ કરી હતી. જ્યારે 2018માં થયેલી એડિશનેમાં સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી. મસ્કટમાં મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી.
હરમનીપ્રીતે ફટકાર્યો પહેલો ગોલ-
બુધવારે બાંગ્લાદેશને 9-0 સામે હાર્યા બાદ ભારત વધેલા હોંસલા સાથે મેદાનમાં ઉતર્યુ હતુ. તેની પાકિસ્તાન સામે જબરદસ્ત શરૂઆત કરી હતી. તેના માટે પહેલો ગોલ મનપ્રીત સિંહે ફટકાર્યો. તેને આ ગોલ પેનલ્ટી કોર્નર પર લગાવ્યો હતો. ભારતને આ બધાની વચ્ચે કેટલાય મોકા મળ્યા પરંતુ તે તેને ગોળમાં ના ફેરવી શક્યુ. પહેલુ ક્વાર્ટર આ સ્કૉર પર ખતમ થયુ. પહેલા ગોલ બાદ ટીમ ઇન્ડિયાનો જશ્ન જોવાલાયક હતો.
Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....
એક જ દિવસમાં Jioનો યૂ-ટર્ન: 24 કલાકની અંદર આ પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી, ડેટા પણ 90MB ઘટ્યો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રત્ન છે, ખૂબ જ ચમત્કારી, 30 દિવસની અંદર જ જોવા મળે છે તેની અદભૂત અસર