બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 106 રન બનાવીને દાવ ડિક કર્યો હતો. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને જીતવા 399 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ 261 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયા હતાં અને ભારતની 137 રને ઐતિહાસિક જીત થઈ હતી.
3/6
મેલબોર્ન ટેસ્ટમાં ભારતે પ્રથમ દાવમાં 443 રને બનાવીને દાવ ડિક કર્યો હતો. 443 રનના લક્ષ્યાંકનો સામનો કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 151 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયા ફોલોઓન થયું હતું ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
4/6
નોંધનીય છે કે પાંચમાં દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 261 રને ઓલઆઉટ કરીને ભારતે ઐતિહાસિક જીત મેળવી છે. આઠ વર્ષ બાદ ભારતે બોક્સિંગ ડે ટેસ્ટ જીતી છે.
5/6
ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 261 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. આ જીતની સાથે ટેસ્ટની સીરિઝમાં ભારત 2-1થી આગળ થઈ ગયું છે. બીજી ઈનિંગમાં બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. પહેલી ઈનિંગમાં બુમરાહે 6 વિકેટ લીધી હતી.
6/6
મેલબોર્ન: વરસાદના વિઘ્ન બાદ શરૂ થયેલી પાંચમાં દિવસની રમત બાદ મીનિટોમાં જ ટીમ ઈન્ડિયાના બોલર્સે ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેનને આઉટ કરીને મેલબોર્ન ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી હતી.