શોધખોળ કરો
Ind vs Aus: ટીમ ઈન્ડિયા કયા બોલરે તોડ્યો 39 વર્ષ જૂનો રેકોર્ડ? જાણો શું છે રેકોર્ડ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28112118/Bumrah2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![પોતાના ટેસ્ટ કેરિયરના પહેલાં જ વર્ષમાં સૌથી વધુ વિકેટો ઝડપનાર બોલર્સમાં 44 વિકેટો સાથે જસપ્રીત બુમરાહ (2018), 40 વિકેટ: દિલીપ દોશી (1978), 37 વિકેટ: વેંકટેશ પ્રાસાદ (1996), 36 વિકેટ: નરેન્દ હિરવાની (1988) અને 35 વિકેટ: એસ. શ્રીસંત (2006) છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28112130/Bumrah.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાના ટેસ્ટ કેરિયરના પહેલાં જ વર્ષમાં સૌથી વધુ વિકેટો ઝડપનાર બોલર્સમાં 44 વિકેટો સાથે જસપ્રીત બુમરાહ (2018), 40 વિકેટ: દિલીપ દોશી (1978), 37 વિકેટ: વેંકટેશ પ્રાસાદ (1996), 36 વિકેટ: નરેન્દ હિરવાની (1988) અને 35 વિકેટ: એસ. શ્રીસંત (2006) છે.
2/5
![દિલીપ દોશીએ 39 વર્ષ પહેલા પોતાના ડેબ્યૂ કેલેન્ડર યર 1979માં 40 વિકેટો ઝડપી હતી. આ બુમરાહના ટેસ્ટ ક્રિકેટનું પહેલું જ વર્ષ છે. 25 વર્ષીય બુમરાહે આ વર્ષે 5 જાન્યુઆરીએ કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે મેલબોર્ન ટેસ્ટ પહેલા આઠ ટેસ્ટ મેચોમાં 23.66ની સરેરાશથી 39 વિકેટો ઝડપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28112123/Bumrah3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિલીપ દોશીએ 39 વર્ષ પહેલા પોતાના ડેબ્યૂ કેલેન્ડર યર 1979માં 40 વિકેટો ઝડપી હતી. આ બુમરાહના ટેસ્ટ ક્રિકેટનું પહેલું જ વર્ષ છે. 25 વર્ષીય બુમરાહે આ વર્ષે 5 જાન્યુઆરીએ કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે મેલબોર્ન ટેસ્ટ પહેલા આઠ ટેસ્ટ મેચોમાં 23.66ની સરેરાશથી 39 વિકેટો ઝડપી હતી.
3/5
![બુમરાહ ભારતના પહેલો એવો બોલર બન્યો છે જેણે પોતાના ડેબ્યૂ કેલેન્ડર યર એટલે કે પોતાના ટેસ્ટ કેરિયરના પહેલાં જ વર્ષમાં 44 વિકેટો ઝડપી છે. બુમરાહે પૂર્વ ભારતીય બોલર દિલીસ દોશીનો 39 વર્ષ પહેલાનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ભારતની તરફથી પોતાની ટેસ્ટ કેરિયરના પહેલા જ વર્ષમાં સૌથી વધારે વિકેટો ખેરવવાનો રેકોર્ડ સ્પિનર દિલીપ દોશીના નામ પર હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28112118/Bumrah2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બુમરાહ ભારતના પહેલો એવો બોલર બન્યો છે જેણે પોતાના ડેબ્યૂ કેલેન્ડર યર એટલે કે પોતાના ટેસ્ટ કેરિયરના પહેલાં જ વર્ષમાં 44 વિકેટો ઝડપી છે. બુમરાહે પૂર્વ ભારતીય બોલર દિલીસ દોશીનો 39 વર્ષ પહેલાનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા ભારતની તરફથી પોતાની ટેસ્ટ કેરિયરના પહેલા જ વર્ષમાં સૌથી વધારે વિકેટો ખેરવવાનો રેકોર્ડ સ્પિનર દિલીપ દોશીના નામ પર હતો.
4/5
![ભારતીય ટીમમાંથી સૌથી વધુ છ વિકેટો જસપ્રીત બુમરાહે ઝડપી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શોન માર્શની વિકેટ ઝડપીને 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફક્ત બુમરાહે જ નહીં પણ ભારતે પણ 39 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે. મેલબોર્ન ટેસ્ટ દરમિયાન શોન માર્શની વિકેટ ઝડપીને બુમરાહે ઈતિહાસ સર્જ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28112113/Bumrah1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતીય ટીમમાંથી સૌથી વધુ છ વિકેટો જસપ્રીત બુમરાહે ઝડપી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શોન માર્શની વિકેટ ઝડપીને 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફક્ત બુમરાહે જ નહીં પણ ભારતે પણ 39 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે. મેલબોર્ન ટેસ્ટ દરમિયાન શોન માર્શની વિકેટ ઝડપીને બુમરાહે ઈતિહાસ સર્જ્યો છે.
5/5
![મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં સાત વિકેટ પર 443 રન બનાવ્યા હતા. તેની સામે વળતો પ્રહાર કરતાં ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની પહેલી ઈનિંગમાં 151 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ છે. પહેલી ઈનિંગના આધાર પર ભારત 292 રનથી આગળ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/28112109/Bumrah.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં સાત વિકેટ પર 443 રન બનાવ્યા હતા. તેની સામે વળતો પ્રહાર કરતાં ઓસ્ટ્રેલિયન ટીમ પોતાની પહેલી ઈનિંગમાં 151 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ છે. પહેલી ઈનિંગના આધાર પર ભારત 292 રનથી આગળ છે.
Published at : 28 Dec 2018 11:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)