નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત તેના ઘરમાં ટેસ્ટ સીરીઝ હરાવીને જીત મેળવનાર ટીમ ઇન્ડિયા હવે અહીં વનડે સીરીઝની તૈયારીમાં લાગી ગઈ છે. આ અવસર પર ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ એક અખબારને આપેલ ઇન્ટરવ્યૂમાં વર્લ્ડ કપની તૈયારીઓને લઈને વાતચીત કરી.
2/3
આ વાતચીતમાં શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ક્રિકેટનું આ એકદમ શુદ્ધ રૂપ છે, 71 વર્ષ પછી કોઇ એશિયાઇ ટીમ દ્વારા આ રેકૉર્ડ તોડવામાં આવ્યો છે એટલા માટે જ તો વિશ્વભરમાંથી ભારતને તેના શાનદાર પ્રદર્શન માટે પ્રશંસા મળી રહી છે. તેમજ જે લોકોએ ઑસ્ટ્રેલિયાની ધરતી પર મેચ રમી છે તે લોકો જાણે છે કે અહીં જીતવું કેટલું મહત્વનું છે. ખરેખર 1983 અને 1985ની જીત સૌથી ઉપર છે, પરંતુ હું મારા શબ્દો પર અડગ છુ. આ એક અલગ જ આનંદ છે. આ એક યુવા ટીમ છે અને આ તેમની ક્ષણ છે, તેમણે જે ઇતિહાસ રચ્યો છે તેમને તેનો અહેસાસ હોવો જોઇએ.
3/3
રવિ શાસ્ત્રીએ કહ્યું કે, બહારના લોકો ટીમને લઈને નકારાત્મક વાતો કરી રહ્યા છે. શાસ્ત્રીએ કહ્યું કે, કેટલાક લોકો છે જે માત્ર ટીમની ટીકા જ કરવા માગે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમને પણ કંઇક નવો મસાલો મળતો જ રહે છે, પરંતુ તેનું કઇ મહત્વ નથી. તમારે જે કરવું છે એ તમારે એકદમ બરાબર રીતે કરવું જોઇએ છતાય ઘણા એવા લોકો પણ છે જેમને મોટાભાગે ટીમને કેવી રીતે નીચી દેખાડી શકાય તેમા જ રસ છે. લોકોને ટીમ વિશે નકારાત્મક વાતો કરવી હોય તે કરે, પરંતુ પછીથી એ લોકોને પણ ખબર પડી જશે કે એમ કરવામાં કઇ ફાયદો નથી.