શોધખોળ કરો
Advertisement
IND VS AUS: ઉમેશ યાદવ ત્રીજી ટેસ્ટમાંથી બહાર, આ બોલર સિડની ટેસ્ટમાં કરી શકે છે ડેબ્યૂ
ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીંમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઉમેશ યાદવ ઈજાના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં ઉમેશ યાદવને ઈજા થઈ હતી.
IND VS AUS: બૉક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 8 વિકેટથી શાનદાર જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ત્રીજી ટેસ્ટમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કરી શકે છે. ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીંમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઉમેશ યાદવ ઈજાના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં ઉમેશ યાદવને ઈજા થઈ હતી.
એવામાં ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સીમિત ઓવરો દરમિયાન વનડે અને ટી 20 ડેબ્યૂ કરનાર તમિલનાડુનો ડાબોડી બોલર ટી નટરાજનને ત્રીજી ટેસ્ટમાં તક મળી શકે છે.
નટરાજને આઈપીએલ 2020માં શાનદાર બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. તેના બાદ તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યાં તેણે વનડે અને ટી20 મેચમાં ડેબ્યૂ કરી શાદાર પ્રદર્શન કરી સૌનું દિલ જીતી લીધું હતું. ટી નટરાજન પોતાની વનડે ડેબ્યૂમાં 70 રન આપીને 2 વિકેટ ઝડપી હતી અને ટી-20 સીરિઝમાં 6 વિકેટ ઝડપી હતી. હવે તેને ત્રીજી ટેસ્ટમાં ઉમેશ યાદવની જગ્યાએ તક મળી શકે છે. બીજી ટેસ્ટમાં મોહમ્મદ સિરાઝ અને શુભમન ગિલે પણ ડેબ્યુ કી સૌને પ્રભાવિત કર્યા હતા.
રોહિત શર્મા ત્રીજી ટેસ્ટ પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરશે તો મયંક અગ્રવાલની જગ્યા લઈ શકે છે. મયંક અગ્રવાલ આ ટેસ્ટ સીરિઝમાં ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સુરત
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion