શોધખોળ કરો
Advertisement
IND vs ENG 3rd Test: અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો ભારતનો પ્રથમ અને દુનિયો બીજો બોલર બન્યો
અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના સ્પિનર અક્ષર પટેલે ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગમાં તરખાટ મચાવી દીધો હતો. તેણે 6 વિકેટ ઝડપી હતી.
IND vs ENG 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે 6 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો છે. અક્ષર ભારત માટે ડે-નાઈટ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ લેનારો પહેલો સ્પિનર બની ગયો છે. તેની સાથે જ પિંક બોલથી ડે-નાઈટ ટેસ્ટમાં એક ઈનિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો બીજો સ્પિનર બની ગયો છે.
મોટેરામા રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટમાં અક્ષર પટેલે 38 રન આપીને છ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝના દેવેન્દ્ર બિશુએ પાકિસ્તાન વિરુદ્ધ 2019-17માં દુબઈમાં રમાયેલી ડે નાઈટ ટેસ્ટમાં 49 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. દેવેન્દ્રએ ડેન-નાઈટમાં સૌથી વધુ વિકેટ લેનાર દુનિયાનો પહેલે સ્પિન બોલર છે. તેના સિવાય પાકિસ્તાનના યાસિર શાહે શ્રીલંકા વિરુદ્ધ 2017-18માં 184 રન આપીને છ વિકેટ લીધી હતી અને તે ડે-નાઈટ ટેસ્ટમાં સર્વાધિક વિકેટ લેવા મામલે અક્ષર બાદ ત્રીજા નંબરે છે.
ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો હતો. 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી હતી.
2⃣1⃣.4⃣-6⃣-3⃣8⃣-6⃣! 👏👏@akshar2026 was on a roll with the ball and ran through the England batting line-up on Day 1 of the third @Paytm #INDvENG Test. 👌👌 #TeamIndia #PinkBallTest Watch his sensational bowling display 🎥👇https://t.co/xyqLVL3uAy pic.twitter.com/9SvwMFDOPb
— BCCI (@BCCI) February 24, 2021 ">વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement