ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં કોહલી પોતાના આ ખાસ ખેલાડીને રમાડવા કયા સ્ટાર ખેલાડીનુ પત્તુ કાપશે, કેપ્ટને શું ઘડી કાઢ્યો પ્લાન
કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં પોતાના આ ખાસ ખેલાડીએ એટલે કે કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવા માટે સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાનુ પત્તુ કાપી શકે છે.
IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે ટેસ્ટ સીરીઝ શરૂ થવા જઇ રહી છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ અત્યારે ઇંગ્લેન્ડના પ્રવાસ છે, અને ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયા પ્રક્ટિસ મેચ રમી રહી છે. પરંતુ પ્રથમ ટેસ્ટ પહેલા એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે પ્રથમ ટેસ્ટમાં કેએલ રાહુલને મોકો આપવામાં આવી શકે છે. હાલમાં કાઉન્ટી સિલેક્ટ ઇલેવન વિરુદ્ધ રમાઇ રહેલી પ્રેક્ટિસ મેચમાં કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી છે, અને લોકેશ રાહુલની બેટિંગથી કેપ્ટન કોહલી પ્રભાવિત થયો છે. આ ઇનિંગના કારણે તેને પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવન માટે પોતાનો દાવો ઠોકી દીધો છે. ખાસ વાત છે કે મીડલ ઓર્ડરમાં કેએલ રાહુલ સદી ફટકારતા ચેતેશ્વર પુજારા અને અંજિક્યે રહાણેની મુશ્કેલીઓ વધી ગઇ છે.
માનવામાં આવી રહ્યું છે કે, કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં પોતાના આ ખાસ ખેલાડીએ એટલે કે કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવા માટે સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાનુ પત્તુ કાપી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચમાં હાર મળ્યા બાદ પુજારાની બેટિંગ ચર્ચાનો વિષય બની હતી. કોહલીએ પણ આડકતરી રીતે પુજારા પર નિશાન તાક્યુ હતુ.
કાઉન્ટી ઇલેવન વિરુદ્ધની પ્રેક્ટિસ મેચમાં વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા નિભાવી રહ્યો છે. રાહુલ જ્યારે બેટિંગમા આવ્યો ત્યારે ભારતની 67 રન પર ત્રણ વિકેટો પડી ગઇ હતી. રાહુલે અહીંથી મોરચો સંભાળ્યો અને 50 બૉલ પર 101 રન ફટકારીને રિટાયર્ડ થયો હતો, તેને પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ ઇનિંગના કારણે હવે રાહુલનુ પ્રથમ ટેસ્ટમાં રમવુ લગભગ નક્કી છે. રાહુલ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મીડલ ઓર્ડર બેટ્સમેન તરીકે પસંદ કરવામા આવ્યો છે. શુભમન ગીલ ઇજાગ્રસ્ત થયા બાદ ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધુ હતુ કે રાહુલ ઓપનિંગમાં બેટિંગ નહીં કરી શકે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે ચેતેશ્વર પુજારાનુ પત્તુ કપાઇ શકે છે, પુજારા છેલ્લા ત્રણ વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં સદી નથી ફટકારી શક્યો, અને સ્લૉ બેટિંગના કારણે પણ ચર્ચામાં રહ્યો છે. જો રાહુલ રમે છે તો વિરાટ કોહલી બાદ નંબર ત્રણ પર તે બેટિંગ કરી શકે છે. કેએલ રાહુલ વર્ષ 2019 બાદથી ટેસ્ટ ટીમમાંથી બહાર છે.