શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs Eng: ત્રીજા દિવસની રમતના અંતે ભારત મજબૂત સ્થિતિમાં, ઈંગ્લેંડ પર હારનું સંકટ
મોહાલી: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 4 વિકેટે 78 રન બનાવી લીધા છે. જો રૂટ (36) અને ગેરેથ બેટ્ટી (0) રને અણનમ રહ્યાં હતા. તે ભારતથી હજુ 56 રન પાછળ છે. આ પહેલા ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 417 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 283 રન બનાવ્યા હતા.
ઈંગ્લેંડ અને ભારત વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમેચમાં ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં જ આશ્વિનની વિકેટ પડી હતી. અશ્વિન 72 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મેચમાં જાડેજા અને જયંત યાદવ આવ્યા હતા. જાડેજાએ 90 રન ખડકીને આઉટ થયો હતો. તે પછી જયંત યાદવ (55) આઉટ થયો. આ પછી ઉમેશ યાદવ અને મહોમ્મદ શામી રમતમાં હતા. જેમાં 12 રને ઉમેશ યાદવ આઉટ થતાં ભારતની પહેલી ઈનિંગનો અંત આવ્યો હતો. આ સાથે જ ભારત 134 રનની લિડથી 417 રને ઓલ આઉટ થયું હતું.
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટે 271 રન બનાવી લીધા છે. આ પહેલા ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગમાં 283 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દુનિયા
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion