શોધખોળ કરો
Advertisement
ફરી એક વખત મેદાન પર ભડક્યો વિરાટ કોહલી, આ વખતે ખેલાડી નહીં પણ અમ્પાયર પર....
હેરાન કરનારી વાત એ હતી કે ફીલ્ડ અમ્પાયર બ્રૂસે બેટ્સમેનના રીવ્યૂને મંજૂર કરતા નિર્ણય થર્ડ અમ્પાયરને રેફર કર્યો.
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂજીલેન્ડની વચ્ચે ઓકલેન્ડ વનડે દરમિયાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ગુસ્સો ફરી એક વખત જોવા મળ્યો છે. આ વખતે તેના ગુસ્સાનો ભોગ કોઈ ખેલાડી નહીં, પણ ઓસ્ટ્રેલિયાના ફીલ્ડ અમ્પાયર બ્રૂસ ઓક્સેનફોર્ડ થયા છે. જોકે, અહીં વિરાટનો ગુસ્સો વાજબી હતો. અમ્પાયર ડિસીઝન રીવ્યૂ (ડીઆરએસ)માટે ખેલાડીને 15 સેકન્ડ મળે છે, પરંતુ નક્કી સમય બાદ હેનરી નિકોલ્સે ડીઆરએસ લીધો, જેને અમ્પાયરે મંજૂર કરી દીધો. તેના પર વિરાટ કોહલી ભડક્યો હતો.
આ બધું થયું 17મી ઓવરની 5માં બોલ પર. ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલના બોલ પર ઓપનર હેનરી નિકોલ્સના પેડ પર જઈને લાગ્યો. તે સ્વીપ શોટ રમવા માગતો હતો, પરંતુ ચૂકી ગયો. તેના ર ટીમ ઇન્ડિયાએ LBWની જબરદસ્ત અપીલ કરી અને અમ્પાયર બ્રૂસે આંગળી ઉઠાવી દીધી. બીજી બાજુ, ડીઆરએસ માટે 15 સેકન્ડનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઈ ગયું. ત્યારે નિકોલ્સે પોતાના સાથી ગપ્ટિલ સાથે ચર્ચા કરીને રીવ્યૂ લેવાનો નિર્ણય લેતા 15 સેકન્ડ ખત્મ થઈ ગઈ.
હેરાન કરનારી વાત એ હતી કે ફીલ્ડ અમ્પાયર બ્રૂસે બેટ્સમેનના રીવ્યૂને મંજૂર કરતા નિર્ણય થર્ડ અમ્પાયરને રેફર કર્યો. નિયમ અનુસાર આવું થવું ન જોઈએ. આ વાતનથી નારાજ કેપ્ટન વિરાટ કોહલી બ્રૂસની પાસે પહોંચ્યો અને તેની સાથે કેટલીક વાતો કરતા જોવા મળ્યો, પરંતુ અંતમાં નિર્ણય તો અમ્પાયરે જ કરવાનો હોય છે.
રીવ્યૂમાં બોલ ઓફ સ્ટમ્પ્સની બહાર જઈ રહ્યો હતો, પરંતુ આ અમ્પાયરનો કોલ હતો તો નિકોલ્સને આઉટ થવું જ પડ્યું. આ પહેલા હેનરી અને માર્ટિન ગપ્ટિલે પ્રથમ વિકેટ માટે 16.5 ઓવરમાં 93 રન બનાવ્યા હતા. હેનરીએ 59 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 41 રન બનાવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement