શોધખોળ કરો
Advertisement
Ind vs NZ: બીજી ટી 20માં ભારતના પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે બદલાવ, જાણો
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝનો બીજો મુકાબલો પણ ઓકલેન્ડમાં રમાશે. ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ થવાની શક્યતા છે.
નવી દિલ્હી: ભારતીય ટીમે ન્યૂઝિલેન્ડ સામે ટી 20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી. પાંચ મેચની સિરીઝમાં ભારત પ્રથમ મેચ પોતાના નામે કરી છે. ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલની ઈરાદો હવે બીજી ટી20 પોતાના નામે કરવાનો હશે. આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કોહલી એક બદલાવ કરી શકે છે.
ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝનો બીજો મુકાબલો પણ ઓકલેન્ડમાં રમાશે. ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ થવાની શક્યતા છે તે મુજબ શાર્દુલ ઠાકુરની જગ્યાએ ફાસ્ટ બોલર નવદીપ સૈનીનું નામ છે.
ભારતીય ટીમની ઓપનિંગની જવાબદારી રોહિત અને રાહુલ પર હશે. ગત મેચમાં બંનેએ સારી શરૂઆત કરી હતી. રાહુલ આ મેચમાં ઓપનિંગ બેટ્સમેનની સાથે વિકેટકીપરની ભૂમિકામાં પણ હશે. મિડલ ઓર્ડરમાં ફરી એક વાર કોહલીની સાથે શ્રેયસ અય્યર અને મનીષ પાંડે જોવા મળશે.
ઓલરાઉન્ડરની ભૂમિકામાં રવીંદ્ર જાડેજા અને શિવમ દુબે જોવા મળશે. બંને બોલરની સાથે સાથે બેટિંગ ટીમ ઈન્ડિયાને ઉપયોગી સાબિત થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement