કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કહ્યું કે રોહિતને કેપ્ટનમાંથી બહાર બેસાડો ને હવે આ યુવાને આપો ટીમની આગેવાની, જાણો વિગતે
શશી થરુર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટી20 મેચ જોવા રાંચીના સ્ટેડિયમમાં પહોંચ્યા હતા,
નવી દિલ્હીઃ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કોલકત્તામાં સીરીઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ બે મેચો જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી ચૂકી છે. આજની મેચ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરુરે એક મોટુ નિવેદન આપ્યુ છે. બીજી ટી20 મેચ જોયા બાદ શશી થરુરે રોહિત શર્માને કેપ્ટન તરીકે હટાવીને યુવા બેટ્સમેન શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવાની માંગ કરી દીધી. જોકે આના પાછળ તેઓનુ ખાસ કારણ હતુ.
શશી થરુર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટી20 મેચ જોવા રાંચીના સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, મેચમાં જીત થયા બાદ શશી થરુર ખુબ દેખાય અને તેમને રોહિતની જગ્યાએ આગામી ત્રીજી ટી20માં રોહિતને આરામ આપીને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવાની માંગ કરી હતી.
થરૂરે ટ્વિટમાં લખ્યું હતું કે, 'ભારતને ટી20 સીરિઝમાં જીત મેળવતું જોઈને સારૂ લાગ્યું. આગામી મેચ માટે આપણે એ લોકોને આરામ આપવો જોઈએ જેમણે પોતાનું પ્રદર્શન આપ્યું છે. રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરને રેસ્ટ મળે. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં બેંચને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળવી જોઈએ.'
Great to watch India wrap up the T20 series. For the last match we should rest those who have amply shown their wares: @ImRo45 @klrahul11 @RishabhPant17 Bhuvi &DChahar. Let the bench show its strength. @ShreyasIyer15 can captain. @BCCI
[pix:@SZARITA @AalimJaveri, @AmbaPrasadINC] pic.twitter.com/0HblvXvBMW— Shashi Tharoor (@ShashiTharoor) November 19, 2021
કોણ છે શશિ થરૂર -
65 વર્ષીય શશિ થરૂર એવા કોંગ્રેસી નેતાઓમાં સામેલ છે જે ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. શશિ થરૂરે વર્ષ 2009માં તિરૂઅનંતપુરમથી પોતાની પહેલી લોકસભા ચૂંટણી લડી અને તેમાં જીત હાંસલ કરી. ત્યારબાદ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં પણ થરૂર વિજયી બન્યા હતા. 2009માં મનમોહન સિંહના બીજા કાર્યકાળમાં શશિ થરૂરને કેન્દ્રિય વિદેશ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ તે 2012-14 સુધી માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી પણ હતા.
બીજી ટી20માં ભારતની શાનદાર રમત
બીજી ટી20માં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 6 વિકેટના નુકસાને 153 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ભારતીય ટીમે 16 બોલ બાકી રહેતા નિર્ધારિત લક્ષ્યાંકને હાંસલ કરી લીધો. ભારતની જીતમાં રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું. રોહિત 36 બોલમાં 55 રન બનાવ્યા હતા, જેમાં પાંચ સિક્સર અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે, જ્યારે કેએલ રાહુલે 49 બોલમાં 6 સિક્સર અને બે ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા.