શોધખોળ કરો
Advertisement
પૃથ્વી શોના ફ્લોપ જવા પર વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેની સાથે કંઈ ખોટું નથી....
કોહલીએ કહ્યું કે, મારું માનવું છે કે જ્યારે જ્યાં સુધી પૃથ્વી શો 8 અથવા 10 વખત આ રીતે આઉટ ન થાય ત્યાં સુધી ચિંતા કરવાની જરૂરત નથી.
નવી દિલ્હીઃ ભારતીય ઓપનર પૃથ્વી શોના ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વેલિંગ્ટન ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ તેની બેટિંગ સ્ટાઈલને લઈને ટીકા થઈ રહી છે. ટ્રેંટ બોલ્ટ અને ટિમ સાઉધીએ શોને એક જ રીતે આઉટ કર્યા હતા. પરંતુ કેપ્ટન વિરાટ કોહલી તેની સાથે સહમત નથી. તેણે પૃથ્વી શોનો બચાવ કરતાં કહ્યું કે, તેની સાથે કંઈ ખોટું નથી થયું. તે પ્રથમ વખત વિદેશમાં ઇન્ટરનેશનલ બોલર્સને રમી રહ્યા છે. પૃથ્વી શોએ વેલિંગ્ટન ટેસ્ટમાં 16 અને 14 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં કીવી ટીમે ભારતને 10 વિકેટે હાર આપી હતી.
કોહલીએ કહ્યું કે, ‘મારું માનવું છે કે જ્યારે જ્યાં સુધી પૃથ્વી શો 8 અથવા 10 વખત આ રીતે આઉટ ન થાય ત્યાં સુધી ચિંતા કરવાની જરૂરત નથી. મને નથી લાગતું કે જે ખેલાડી પ્રથમ વખત ઘરની બહાર રમી રહ્યો હોય અને ત્યાં પ્રથમ વખત ઇન્ટરનેશનલ લેવલના બોલરનો સામનો કરી રહ્યો હોય, એ ખેલાડીની સાથે આવું વર્તન ઠીક નહીં હોય.’
વિરાટે કહ્યું કે, ‘મને નથી લાગતું કે, આ સ્તર પર આપણે આ વિશે ચર્ચા કરવાની જરૂર છે કે, શું ખોટું થયું કારણ કે મને કંઈ ખોટું દેખાયું નહીં. તે ફક્ત વસ્તુઓને યોગ્ય રીતે અમલ કરી શક્યો નહોતો.’ ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનોમાં શોની બેકલિફ્ટ સૌથી મોટી છે અને જ્યારે પણ ન્યૂઝીલેન્ડના બોલર્સે તેને શોર્ટ પિચ બોલ કર્યા ત્યારે તેને તકલીફ થઈ.
સ્કૉટ મુગલીને હેમિલ્ટનમાં પ્રેક્ટિસ મેચની પ્રથમ ઈનિંગમાં આ જ રણનીતિ અપનાવી હતી જ્યારે વેલિંગ્ટન ટેસ્ટની બીજી ઈનિંગમાં બોલ્ટે આનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો. કોહલીએ પોતાના જૂનિયર સાથી વિશે કહ્યું કે, ‘એક બેટ્સમેન તરીકે મારું માનવું છે કે, જ્યા સુધી તમે એક જ પ્રકારની ભૂલ સાતથી આઠ વખત રિપીટ નથી કરતા ત્યાં સુધી તે અંગે વધુ ચિંતા કરવાની જરૂર નથી.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement