IND vs SA 3rd ODI: નિર્ણાયક મેચમાં ભારતે દ.આફ્રિકાને 7 વિકેટથી હરાવી વનડે સિરીઝ જીતી લીધી
IND vs SA 3rd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે (11 ઓક્ટોબર) રમાશે. જ્યાં પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નવ રને જીતી હતી.
LIVE
Background
IND vs SA 3rd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે (11 ઓક્ટોબર) રમાશે. જ્યાં પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નવ રને જીતી હતી.
IND vs SA 3rd ODI LIVE: સીરીઝ જીતવા આજે ભારત-આફ્રિકા સામ સામે, ત્રીજી વન-ડે બન્ને માટે 'કરો યા મરો'નો સ્થિતિ
ત્રીજી વનડેમાં ભારતનો વિજય
ભારતે ત્રીજી વનડે 7 વિકેટે જીતી લીધી છે. ભારતે 100 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને મેળવી લીધો હતો. ભારત તરફથી શુભમન ગિલે 49 રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યર પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખીને 28 રને અણનમ રહ્યો હતો. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. સિરીઝની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વનડે જીતી હતી. પરંતુ ભારતે શાનદાર કમબેક કર્યું અને સિરીઝની બાકીની બે મેચ જીતી લીધી છે.
ભારતની મજબુત શરુઆત
ભારતે 100 રનના ટાર્ગેટ સામે સારી શરુઆત કરતાં 5 ઓવરમાં 35 રન બનાવી લીધા છે. હાલ શિખર ધવન 8 અને શુભમન ગિલ 24 રન સાથે રમતમાં છે.
ભારતને જીતવા 100 રનનો ટાર્ગેટ
નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયાના યુવા બૉલરોએ તરખાટ મચાવતા શાનદાર બૉલિંગનુ પ્રદર્શન કર્યુ હતુ. મેચમાં સૌથી વધુ કુલદીપ યાદવે 4 વિકેટો ઝડપી હતી, જ્યારે વૉશિંગટન, સિરાજ અને શાહબાજને 2-2 વિકેટો ઝડપવામાં સફળતા મળી હતી. દક્ષિણ આફ્રિકન ટીમ 27.1 ઓવરમાં માત્ર 99 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, ભારતને મેચમાં જીતવા માટે 100 રનનો ટાર્ગેટ મળ્યો છે.
નિર્ણાયક મેચમાં દ.આફ્રિકા ઘૂંટણીયે
ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકન ટીમ બન્ને આમને સામને હતી, બન્ને ટીમો સીરીઝમાં 1-1ની બરાબરી પર હતી, આજની કરો યા મરોની મેચમાં સ્ટાર ખેલાડીઓથી ભરેલી દક્ષિણ આફ્રિકન ટીમ ભારતના યુવા બૉલરો સામે નબળી પુરવાર થઇ હતી, માત્ર 99 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ રન હેનરીચ ક્લાસેન 34 રન બનાવી શક્યો હતો, આ ઉપરાંત માલાન 15 અને જેનસેન 14 રનની ઇનિંગ રમવામાં સફળ રહ્યાં હતા, ટીમમાંથી આ સિવાય કોઇપણ ખેલાડી બે આંકડાને પાર ન હતો કરી શક્યો. દક્ષિણ આફ્રિકા ટીમ 27.1 ઓવર રમીને 99 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
દ.આફ્રિકાનો ટૉપ ઓર્ડર ધરાશાયી
19 ઓવર બાદ દક્ષિણ આફ્રિકન ટીમનો સ્કૉર 67 રનમાં 5 વિકેટ પર પહોંચ્યો છે. આ સાથે જ ભારતની મેચ પર પકડ મજબૂત બની ગઇ છે. નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકન ટીમનો ટૉપ ઓર્ડર ધરાશાયી થઇ ગયો છે, માર્કરમ બાદ ડેવિડ મિલર પણ વૉશિંગટન સુંદરની બૉલિંગમાં 7 રનના અંગત સ્કૉર પર ક્લિન બૉલ્ડ થઇ ગયો.