IND vs SL 2nd ODI : રોમાંચક મુકાબલામાં શ્રીલંકાને હરાવી ભારતે વનડે સીરીઝ પર કર્યો કબજો
રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી છે. દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી છે.
LIVE
Background
રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી છે. દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી છે. ભારતે એક સમયે 193 રનમાં સાત વિકેટ ગુમાવી દિધી હતી. બાદમાં ચહર અને ભુવનેશ્વર કુમારે મોર્ચો સંભાળ્યો હતો. ચહર 82 બોલમાં 69 રન બનાવી નોટઆઉટ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર 28 બોલમાં 19 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે આઠમી વિકેટની 84 રનની પાર્ટનરશીપ થઈ હતી.
રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી છે.
ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ
રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી છે. દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી છે. ભારતે એક સમયે 193 રનમાં સાત વિકેટ ગુમાવી દિધી હતી. બાદમાં ચહર અને ભુવનેશ્વર કુમારે મોર્ચો સંભાળ્યો હતો. ચહર 82 બોલમાં 69 રન બનાવી નોટઆઉટ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર 28 બોલમાં 19 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે આઠમી વિકેટની 84 રનની પાર્ટનરશીપ થઈ હતી.
ભારતની જીત મુશ્કેલ
27 ઓવરના અંતે ભારતનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 160 રન છે. સૂર્યકુમાર યાદવ 53 રન બનાવી આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા 19 રને રમતમાં છે.
એક જ ઓવરમાં બે ઝટકા
18 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 115 રન છે. હાર્દિક પંડયા ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. તેની પહેલા આ ઓવરમાં મનીષ પાંડે 37 રન બનાવી રન આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 30 રને રમતમાં છે. તેની સાથે રમતમાં કૃણાલ પંડ્યા જોડાયો છે.
મનીષ પાંડે આઉટ
Manish Pandey is run out for 37!
— ICC (@ICC) July 20, 2021
Dasun Shanaka gets a finger on the ball before it hits the stump and the Indian batsman is out of his crease.
🇮🇳 are 116/4.#SLvIND | https://t.co/mazzKoaauY pic.twitter.com/lvAp1mkB7A