શોધખોળ કરો

આજે ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની અંતિમ અને છેલ્લી વનડે મેચ આજે રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેચો જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે.

IND vs SL 3rd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની અંતિમ અને છેલ્લી વનડે મેચ આજે રમાશે. ભારતીય ટીમ પ્રથમ મેચો જીતીને સીરીઝ પર કબજો જમાવી ચૂકી છે. શિખર ધવનની આગેવાની વાળી યુવા ટીમે શ્રીલંકન ટીમને તેના જ ઘરઆંગણે જડબાતોડ હાર આપીને ઇતિહાસ રચી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમની સીનિયર ખેલાડીઓ હાલ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમવા પહોંચ્યા છે ત્યારે શ્રીલંકામાં ભારતની યુવા ટીમ કૉચ રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ જલવો બતાવી રહી છે. જાણો સીરીઝની અંતિમ વનડે મેચ ક્યારે અને ક્યાંથી કેટલા વાગે લાઇવ થશે. 

ક્યારે રમાશે ત્રીજી વનડે મેચ? 
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વડે મેચ 18 જુલાઇએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 

કેટલા વાગે શરૂ થશે મેચ? 
ભારતીય સમયાનુસાર આ વનડે મેચ બપોરે 3 વાગે શરૂ થશે, જોકે, ટૉસ 2.30 વાગે થશે. 

ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ? 
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચ તમે સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર જોઇ શકશો. આ નેટવર્ક પર હિન્દી અને ઇંગ્લિશ કૉમેન્ટ્રીની સાથે તમે મેચ જોઇ શકશો. લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગતા હોય તો તમે સોની લિવ એપ અને આની વેબસાઇટ પર જોઇ શકશો. 

આવી હોઇ શકે છે બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
ભારતીય ટીમ
પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.

શ્રીલંકન ટીમ
આવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરીત અસલન્કા, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્નામન્તા ચમીરા, લક્ષન સંડાકન, કુસુન રજીતા.

વનડે સીરીઝ બાદ ટી20 સીરીઝ
વનડે સીરીઝ બાદ બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાવવાની છે. વર્લ્ડકપ પહેલા આ ટી20 સીરીઝ ભારતીય યુવા ખેલાડીઓ માટે મહત્વની છે. કેટલાક ખેલાડીઓ સારુ પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાની ટી20 સ્ક્વૉડમાં પોતાનુ નામ વર્લ્ડકપ 2021 માટે પાક્કુ કરી શકે છે. 

ટોપ સ્ટોરી

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?
ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Embed widget