શોધખોળ કરો
Advertisement
મયંક અગ્રવાલ-રિષભ પંત બાદ હવે આ ભારતીય બેટ્સમેન ઈજાગ્રસ્ત થવાથી થયો બહાર
ઋતુરાજે જૂનમાં શ્રીલંકા એ સામે સ્થાનિક સિરિઝમાં ઇન્ડિયા એ તરફથી જબદસ્ત પ્રદર્શન કર્યું હતું.
નવી દિલ્હીઃ આગામી સપ્તાહે ઇન્ડિયા એનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ શરૂ થશે, પરંતુ એ પહેલા જ ભારતીય એ ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના યુવા ઓપનર બેટ્સમેન પૃથ્વી શો ઇજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર થઈ ગયો છે. શોની જગ્યાએ 12 મહિનાથી સતત શાનદાર પ્રદર્શન કરી રહેલ ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઋતુરાજે જૂનમાં શ્રીલંકા એ સામે સ્થાનિક સિરિઝમાં ઇન્ડિયા એ તરફથી જબદસ્ત પ્રદર્શન કર્યું હતું. 5 મેચોના વનડે શ્રેણીમાં તેમણે ચાર ઇનિંગ રમી હતી અને 470 રન બનાવ્યા હતા. જેમાં તેણે અણનમ 187 રનની ઇનિંગનો સમાવેશ થાય છે.
વેસ્ટ ઇન્ડિસના પ્રવાસ પર જઇ રહેલી ટીમ ઇન્ડિયામાંથી મયંક અગ્રવાલ અને રિષબ પંત પહેલાથી જ બહાર થયા છે. પંતને શિખર ધવન અને મયંક અગ્રવાલને વિજય શંકર બહાર થવાના લીધે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા હતા.
બન્ને ખેલાડી બહાર થતાં અનમોલપ્રીત સિંહ અને ઇશાન કિશનને લાવવામાં આવ્યા છે. 15 સભ્યોની ઇન્ડિયા ટીમ એ અત્યારે બેંગલુરુમાં એનસીએમાં ફિટનેસ ઉપર કામ કરી રહી છે. ઇન્ડિયા એને વેસ્ટ ઇન્ડિયામાં 5 વન ડે મેચોની સિરિઝ રમશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement