શોધખોળ કરો
Advertisement
અંડર-19 વર્લ્ડકપઃ જીતના નશામાં બાંગ્લાદેશના ખેલાડીઓએ ટીમ ઇન્ડિયા સાથે કર્યું એવું વર્તન કે કેપ્ટને પણ.....
વર્લ્ડ કપમાં જીતનારી ટીમ બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ પોતાની ટીમના ખેલાડીઓના વ્યવહાર માટે અફસોસ વ્યક્ત કર્યો.
નવી દિલ્હીઃ અંડર19 ક્રિકેટ વર્લ્ડકપમાં બાંગ્લાદેશની ટીમે રવિવારે ભારતને હરાવીને વર્લ્ડ કપ જીતી લીધો, પરંતુ પ્રથમ વખત વર્લ્ડ કપ જીતનારી ટીમના ખેલાડીઓએ જોશમાં હોશ ખોઈ બેઠા અને તેમણે ભારતના ખેલાડીએ સાથે ખરાબ વર્તન કર્યું. ફીલ્ડિંગ દરમિયાન ઘણી વખત આક્રમકતા બતાવી ચૂકેલ ખેલાડીઓએ મેચ બાદ તમામ હદ પાર કરી દીધી. તેણે ભારતીય ખેલાડીઓની સામે જઈને ગાળાગાળી કરી, જેનાથી બન્ને ટીમના ખેલાડીઓની વચ્ચે ધક્કામુક્કી થઈ. જોકે, બાંગ્લાદેશ ટીમના કેપ્ટને તેના માટે માફી માગી છે.
આ મામલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જેપી ડ્મિનીએ વીડિયો શેર કર્યો છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે ખેલાડીઓની વચ્ચે તનાતની જોઇ શકાય છે. વર્લ્ડ કપમાં જીતનારી ટીમ બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ પોતાની ટીમના ખેલાડીઓના વ્યવહાર માટે અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. મેચ દરમિયાન પોતાની ફાસ્ટ બોલર શોરીફુલ ઇસ્લામ માટે પીલ્ડિંગ કરતાં બાંગ્લાદેશના ખેલાડીઓએ કંઇક વધારે જ આક્રમકતા બતાવતા રહ્યા હતા અને દરેક બોલ બાદ ભારતીય બેટ્સમેન વિરૂદ્ધ કંઈને કંઈ ટિપ્પણી કરી રહ્યા હતા. ત્યાં સુધી કે બાંગ્લાદેશ જીતની નજીક આવ્યા બાદ પણ ઇસ્લામને કેમેરેની સામે ટિપ્પણી કરતા જોવા મળ્યા. જીત મળ્યા બાદ ખેલાડીઓએ જે કર્યું તેની ટીકા થઈ રહી છે. મેચ બાદ સામસામે આવી ગયેલ બન્ને ટીમના ખેલાડીઓને મેદાન પર હાજર અમ્પાયરે એકબીજાથી દૂર કર્યા. બાંગ્લાદેશી ખેલાડીઓએ આ મેચમાં કેટલીય વખત ભારતીય ખેલાડીઓની સામે સ્લેજિંગ કર્યુ. આ વાતને સ્વીકારતા બાંગ્લાદેશી ટીમના કેપ્ટન અકબરે બોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમ્યાન કર્યું કે તેમના કેટલાંક ખેલાડીઓએ મેચ દરમ્યાન ભારતીય ખેલાડીઓની પ્રત્યે આક્રમક બોડી લેંગ્વેજ દેખાડી.Amazing scenes here in Potchefstroom as Bangladesh pull off a miraculous victory and are the u/19 world champions.. well fought india.. standard of cricket today and throughout this tournament has been world class.. congrats Bangladesh #U19WorldCup #FutureStars pic.twitter.com/JD7re0KLo2
— JP Duminy (@jpduminy21) February 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement