નવી દિલ્હીઃ ભારતે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપના ગ્રુપ બીના પ્રથમ મુકાબલામાં ન્યૂઝિલેન્ડને 34 રનથી હાર આપીને વિજયી પ્રારંભ કર્યો થે. ભારતના 194 રનના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 160 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમની જીતમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમાહર રોડ્રિગેઝની મહત્વની ભૂમિકા રહી હતી.
2/5
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ટીમે એક સમયે 40 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ હરમનપ્રીત અને રોડ્રિગેઝે ચોથી વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી.
3/5
હરમનપ્રીતે ઈનિંગમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 51 બોલમાં 103 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. હરમનપ્રીત કૌર ટી20માં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે.
4/5
હરમનપ્રીત કૌરે આક્રમક ઈનિંગ રમતાં 103 રન બનાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગેઢે પણ 59 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે ભારત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી તાહુહુએ બે વિકેટ લીધી હતી.
5/5
કેપ્ટન હરમનપ્રીતે પ્રથમ 50 રન 33 બોલમાં અને બીજા 50 રન માત્ર 16 બોલમાં જ કર્યા હતા. હરમનપ્રીતની આ પ્રથમ ટી20 સદી છે.