આ સાથે જ રોહિત શર્મા પાકિસ્તાન સામે જીત સાથે શરૂઆત કરનારો પાંચમો ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલા બિશન સિંહ બેદી, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોની તેમની કેપ્ટનશિપમાં પાકિસ્તાન સામેની પ્રથમ મેચ જીત્યા હતા.
2/5
રોહિત શર્માએ 36 બોલમાં 50 રન પૂરા કરીને વન ડે કરિયરની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. જે પાકિસ્તાન સામે એશિયા કપમાં બીજી સૌથી ઝડપી અડધી સદી છે.
3/5
પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિક એશિયા કપમાં ત્રીજી વખત રન આઉટ થયો છે. આ ટુર્નામેન્ટમાં રન આઉટ થનારા બેટ્સમેનોની યાદીમાં તે બીજા સ્થાન પર છે.
4/5
કેદાર જાદવે શાનદાર બોલિંગ કરી 3 પાકિસ્તાની બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા. ઈનિંગમાં સાતમા કે તે પછીના નંબરે બોલિંગ કરવા આવેલા કોઈ ભારતીય બોલરે પ્રથમ વિકેટ ત્રણ વિકેટ લીધી હતી.
5/5
દુબઈઃ એશિયા કપ 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેગા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને 8 વિકેટથી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને 163 રનનો સામાન્ય લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયાએ 29 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 164 રન બનાવી આસાન વિજય મેળવી લીધો હતો. અંબાતી રાયૂડૂ (31) અને દિનેશ કાર્તિકે (31) અણનમ રહી ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો. જે ભારતે પાકિસ્તાન પર ઈનિંગમાં બાકી રહેલા બોલના હિસાબે સૌથી મોટી જીત છે. બુધવારે ભારતે પાકિસ્તાનને 126 બોલ બાકી હતા ત્યારે હાર આપી હતી. આ પહેલા 2006માં મુલતાનમાં 105 બોલ બાકી હતા ત્યારે ભારતે જીત મેળવી હતી.