જિલ્લાધિકારીએ જણાવ્યું કે ક્રિકેટર મોહમ્મદ શમીની સુરક્ષા વ્યવસ્થાનો હવાલો આપીને ગનર સિક્યૂરિટી ઉપલબ્ધ કરાવવા માટે આવેદન મળ્યુ છે. તેના પર કાર્યવાહી થઇ રહી છે.
3/6
શમીએ ઇંગ્લેન્ડથી પરત આવ્યા બાદ જિલ્લાધિકારી સાથે વાત કરી હતી, આ દિવસે તેને પોતાના મોટા ભાઇ હસીબ અહેમદની સાથે એસપીને પણ મળ્યા હતા. તેમને જિલ્લા અધિકારીને વિનંતી પત્ર આપતા કહ્યું હતું કે, જલ્દીથી મને ગનર અવેલેબલ કરાવવામાં આવે, મારા સામે સુરક્ષાનો પ્રશ્ન છે. જિલ્લાધિકારીએ આ પત્રને સ્વીકારી તપાસ કરી સિક્યરિટી આપવાનો નિર્દેશ આપ્યો છે.
4/6
નવી દિલ્હીઃ પત્ની સાથે ચાલી રહેલા વિવાદને લઇને ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર ક્રિકેટરે સુરક્ષાની માંગણી કરી છે. શમીએ ગનમેન સાથેની સિક્યૂરિટીની માંગ કરી છે. આ મામલે શમીએ જિલ્લાધિકારીઓને આવેદન પણ આપ્યુ છે.
5/6
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર શમીએ પોતાની પત્ની હસીન જહાં સાથે લગભગ છેલ્લા 6 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. હસીન જહાંએ તેની વિરુદ્ધ કોલકત્તાના અલીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
6/6
જ્યારે મોહમ્મદ શમી ટીમમાં નથી રમતો ત્યારે તે પોતાના ગામ સહસપુર અલીનગરમાં પરિવારજનો સાથે રહે છે. જોકે, થોડાક દિવસોથી પ્રાઇવેટ સુરક્ષા માટે ખાનગી ગાર્ડ રાખ્યા હતા, બાદમાં તેમને હટાવી લીધા હતા.