Women's Hockey WC 2022: ભારતે શાનદાર પ્રદર્શન કરી જાપાનને 3-1થી હરાવ્યુ, નવનીતે બે ગોલ કર્યા
નવનીત કૌરના બે ગોલથી ભારતીય મહિલા હોકી ટીમે જાપાનને 3-1થી હરાવ્યું હતું
Women's Hockey WC 2022: નવનીત કૌરના બે ગોલથી ભારતીય મહિલા હોકી ટીમે જાપાનને 3-1થી હરાવ્યું હતું. પરંતુ FIH મહિલા વિશ્વ કપમાં નિરાશાજનક નવમું સ્થાન મેળવ્યું. નવનીતે 30મી અને 45મી મિનિટમાં જ્યારે ડીપ ગ્રેસ ઇકકાએ 38મી મિનિટે ગોલ કર્યા હતા. જાપાન તરફથી એકમાત્ર ગોલ યુ અસાઈએ 20મી મિનિટે કર્યો હતો.
𝙏𝙧𝙪𝙚 𝙂𝙧𝙞𝙩 💪
— Hockey India (@TheHockeyIndia) July 13, 2022
And we finish our FIH Hockey Women's World Cup Spain and Netherlands 2022 campaign on a high note!
IND 3:1 JPN#HockeyIndia #IndiaKaGame #HWC2022 #HockeyEquals #HockeyInvites #ChakDeIndia #MatchDay @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/NIeNwMxlVq
પ્રથમ ક્વાર્ટરની શરૂઆતની પાંચ મિનિટમાં બંને ટીમોએ આક્રમક રમત બતાવી હતી. પરંતુ ગોલ કરી શકી ન હતી. ભારતને વહેલી તકે લીડ લેવાની તક મળી હતી પરંતુ વંદના કટારિયાના શોટને જાપાની ગોલકીપર ઈકા નકામુરાએ રોકી લીધો હતો. પ્રથમ ક્વાર્ટરમાં ટીમોને સફળતા મળી ન હતી.
ભારતે બીજા ક્વાર્ટરમાં સારી શરૂઆત કરી હતી અને બે મિનિટમાં બે તકો બનાવી હતી પરંતુ ગોલ થઈ શક્યો નહોતો. જાપાને 20મી મિનિટે પેનલ્ટી કોર્નરમાં અસાઈના ગોલના આધારે લીડ મેળવી હતી. ભારતે કાઉન્ટર એટેકમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો પરંતુ ગોલ થઇ શક્યો નહોતો. હાફ ટાઈમ પહેલા નવનીતે ગોલ કરી બરોબરી કરી હતી.
બીજા હાફમાં ભારતે ખૂબ જ આક્રમક શરૂઆત કરી અને છઠ્ઠા પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો પરંતુ ફરી એકવાર તક ગુમાવી દીધી. જો કે, ઇક્કાએ અન્ય પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ભારતને લીડ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં નવનીતે બીજો ગોલ કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં જાપાને વાપસી કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી ન હતી.